Connect with us

CRICKET

Team India: ભારતીય ખેલાડી કાર અકસ્માતમાં બચ્યો,રોહિત શર્માએ તેની ખબર પૂછી

Published

on

Team India: ભારતીય ખેલાડી કાર અકસ્માતમાં બચ્યો,રોહિત શર્માએ તેની ખબર પૂછી

Team India ના કેપ્ટન Rohit Sharma મુંબઈના યુવા બેટ્સમેન મુશીર ખાનને મળ્યો. Mushir Khan ગયા મહિને કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. હાલમાં તે રિકવરીની પ્રક્રિયામાં છે. મુશીર ખાન ટીમ ઈન્ડિયાના ખેલાડી સરફરાઝ ખાનનો નાનો ભાઈ છે.

Team India ના કેપ્ટન Rohit Sharma હાલ આરામ પર છે. તે તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં જોવા મળ્યો હતો. રોહિત હવે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં મેદાનમાં ઉતરશે. બંને ટીમો વચ્ચે આ સીરીઝ 16 ઓક્ટોબરથી રમાશે. આ સીરીઝ પહેલા રોહિત શર્મા મુંબઈ ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન મુશીર ખાનને મળ્યો હતો. મુશીર ખાન તાજેતરમાં એક કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. આ દરમિયાન મુશીર ખાન સાથે તેના પિતા નૌશાદ ખાન પણ હતા.

 Rohit Sharma ,Mushir Khan ને મળવા આવ્યો હતો

19 વર્ષીય ખેલાડી Mushir Khan મુંબઈનો ઉભરતો સ્ટાર છે. ગયા મહિનાના અંતમાં, તે તેના પિતા નૌશાદ ખાન સાથે ઈરાની કપ મેચ માટે કાનપુરથી લખનઉ જઈ રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન તેમની કાર અકસ્માતને કારણે 4-5 વખત પલટી ગઈ હતી, જેના કારણે તેમને ગળામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તે ફ્રેક્ચરનો શિકાર બન્યો હતો. આવી સ્થિતિમાં રોહિત શર્મા તેમને મળ્યા અને તેમની તબિયત વિશે પૂછ્યું. રોહિતે મુશીર અને તેના પિતા નૌશાદ ખાન સાથે એક તસવીર માટે પોઝ પણ આપ્યો હતો. મુશીર અને તેના મોટા ભાઈ સરફરાઝ ખાને આ ફોટો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Naushad Khan (@musheerkhan.97)

તેને મેદાનમાં પરત ફરવામાં સમય લાગશે

Mushir Khan ને મેદાનમાં પાછા ફરવામાં સમય લાગી શકે છે. હાલમાં તે રિકવરીની પ્રક્રિયામાં છે. ઈજાના કારણે તે ઈરાની કપની મેચ પણ રમી શક્યો ન હતો અને રણજી ટ્રોફીના પ્રથમ બે રાઉન્ડ માટે ટીમમાં તેની પસંદગી થઈ નથી. એવું માનવામાં આવે છે કે તે લગભગ ત્રણ મહિના સુધી એક્શનથી દૂર રહેશે. તમને જણાવી દઈએ કે, સરફરાઝ ખાનની જેમ તેનો ભાઈ પણ તેના પિતા પાસેથી ક્રિકેટ કોચિંગ લે છે. મુશીર ખાને ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ રમ્યો છે અને હવે તે સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

Mushir Khan અત્યાર સુધી 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ મેચોમાં મુશીર ખાને 51.14ની એવરેજથી 716 રન બનાવ્યા છે. તેણે ફર્સ્ટ ક્લાસમાં એક અડધી સદી અને 3 સદી પણ ફટકારી છે. બેટિંગની સાથે તે બોલિંગ પણ કરે છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 8 વિકેટ ઝડપી છે. તાજેતરમાં જ તેણે દુલીપ ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. આ સમય દરમિયાન, બેંગલુરુમાં ઈન્ડિયા B તરફથી રમતી વખતે, તેણે ઈન્ડિયા A વિરુદ્ધ 181 રનની ઈનિંગ રમી હતી. આ પહેલા અંડર-19 વર્લ્ડ કપમાં મુશીરે શાનદાર ઓલરાઉન્ડ રમત બતાવી હતી.

CRICKET

LSG Bowling coach: જહીર ખાનની જગ્યાએ બૉલિંગ કોચ તરીકે ભરત અરુણની એન્ટ્રી

Published

on

LSG Bowling coach: LSG માં કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર

LSG Bowling coach: લખનૌ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ભરત અરુણને તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

LSG Bowling coach: લખનૌ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગના આવનારા સીઝન માટે ભરત અરુણને પોતાની બૉલિંગ કોચ તરીકે નિમ્યા છે. ભારતના પૂર્વ ઝડપી બોલર ભરત અરુણ, જેમને હાલના શક્તિશાળી બોલિંગ એટેક તૈયાર કરવાનું શ્રેય આપવામાં આવે છે, તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સની 2024ની ચેમ્પિયન ટીમનો પણ ભાગ રહ્યા હતા.

KKR સાથે સફળ કારકિર્દી બાદ હવે તેઓ LSG સાથે જોડાયા છે. તેઓ 2022 સીઝનથી KKR સાથે જોડાયેલા હતા. જો કે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ફ્રેન્ચાઈઝીના નજીકના સ્ત્રોતે પીટીઆઈને નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે, “અરુણ હવે એલએસજીમાં જોડાઈ ગયા છે અને જલ્દી સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.”

LSG Bowling coach

રિપોર્ટ્સ અનુસાર ભરત અરુણે સંજીવ ગોયંકાની માલિકીની ટીમ LSG સાથે બે વર્ષ માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ તેમને આખું વર્ષ LSGના ખેલાડીઓ સાથે કામ કરવું પડશે. 2024માં કોલકાતા નાઈટ રાઇડર્સના આઠમા સ્થાન પર રહી જવાથી શાહરુખ ખાનની માલિકીની તે ફ્રેંચાઈઝી હવે પોતાના કોચિંગ સ્ટાફમાં બદલાવ કરી રહી છે. તેવી જ રીતે, ગયા સીઝનમાં સાતમા સ્થાન પર રહેલી LSG પણ હવે પોતાના સહાયક સ્ટાફમાં ફેરફાર કરી રહી છે.

ભરત અરુણના આગમન પછી LSG તેના ‘માર્ગદર્શક’ ઝહીર ખાન સાથેનો કરાર લંબાવશે કે કેમ તે અંગે પણ માહિતીની રાહ જોવાઈ રહી છે. પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો LSG ઝહીર ખાન સાથે ચાલુ રહે તેવી શક્યતા ઓછી છે.

LSG Bowling coach

Continue Reading

CRICKET

Ben Stokes Injury: બેન સ્ટોક્સે પોતાની ટીમ માટે વ્યક્ત કર્યો ખાસ સંદેશ

Published

on

Ben Stokes Injury

Ben Stokes Injury: ઈજાગ્રસ્ત બેન સ્ટોક્સે અંતિમ ટેસ્ટ પહેલા વ્યક્ત કરી પહેલી પ્રતિક્રિયા

Ben Stokes Injury: બેન સ્ટોક્સ ઇજાને કારણે ભારત સામેના પાંચમા અને છેલ્લાં ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાંથી બહાર થઈ ગયા છે અને પોતાની ઈજા અંગે તેમણે નિવેદન આપ્યું છે.

Continue Reading

CRICKET

IND VS PAK: ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો, સેમિફાઇનલ મેચ અનિશ્ચિત

Published

on

IND VS PAK

IND VS PAK સેમિફાઇનલ મેચનું ભાગ્ય અંધકારમાં લટક્યું

IND VS PAK: ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. આ પહેલા ભારતીય ખેલાડીઓએ લીગ સ્ટેજમાં પણ પાકિસ્તાન સામે એક પણ મેચ રમી ન હતી.

IND VS PAK: ઇંગ્લેન્ડમાં રમાઈ રહી વર્લ્ડ ચેમ્પિયન્સશિપ ઓફ લેજન્ડ્સ (WCL) 2025 એ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ લીગમાં 6 દેશોના લેજન્ડ ખેલાડીઓ રમ રહ્યા છે, જેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે. 31 જુલાઈએ આ લીગના સેમિફાઇનલ મેચ રમાવા છે. પ્રથમ સેમિફાઇનલ મેચ ઇન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમો વચ્ચે નિર્ધારિત છે. પરંતુ આ મુકાબલાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

ભારત-પાકિસ્તાન મેચ ફરી રદ

ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. ભારતીય ખેલાડીઓએ તેમના કટ્ટર હરીફો સાથે કોઈપણ સ્પર્ધાત્મક મેચમાં ભાગ ન લેવાની નીતિ જાળવી રાખી છે. આ નિર્ણય લીગ સ્ટેજ મેચ પછી લેવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ખેલાડીઓ અને ટુર્નામેન્ટના મુખ્ય પ્રાયોજકે પાકિસ્તાન સામે રમવાનો વાંધો ઉઠાવ્યો હતો.

IND VS PAK

લીગ સ્ટેજમાં પણ મેચ નથી રમાઈ

આ લીગમાં આ પહેલી વખત નથી. પહેલા પણ લીગ સ્ટેજમાં ઇન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે મેચ રમાવવાનું હતું, પરંતુ ત્યારે પણ ભારતીય ખેલાડીઓએ મેચ ન રમવાનો નિર્ણય લીધો હતો અને બંને ટીમો વચ્ચે પોઈન્ટ્સ વહેંચાયા હતા. આ વખતે નોકઆઉટ મેચ છે અને ફાઈનલ ટિકિટ માટે દાવ લગાવ્યો છે. તેથી કઈ ટીમ ફાઈનલમાં જશે તે મોટો પ્રશ્ન છે. અથવા તો ભારતીય ટીમનો સેમિફાઇનલ અન્ય કોઈ ટીમ સાથે યોજી શકાય છે.

હકીકતમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બાદથી બંને દેશોના સંબંધો વધુ તંગ થયા છે, જેના અસર રમતગમત પર પણ પડતી નજરે પડી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને પાકિસ્તાન સામેની સેમિફાઇનલ મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો.

IND VS PAK

રોમાંચક મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

મંગળવારે ઈન્ડિયા ચેમ્પિયન્સે પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સને માત્ર ૧૩.૨ ઓવરમાં હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ સિઝનમાં ભારતીય ચેમ્પિયન્સ માટે પણ આ પહેલી જીત હતી, જેનાથી તેમને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં મદદ મળી. આ પહેલા, ઈન્ડિયા ચેમ્પિયન્સને દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Continue Reading

Trending