CRICKET
Champions Trophy પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: લોકી ફર્ગ્યુસન થયો ઈજાગ્રસ્ત

Champions Trophy પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: લોકી ફર્ગ્યુસન થયો ઈજાગ્રસ્ત
Champions Trophy 2025 પહેલા ન્યૂઝીલેન્ડ ટીમને મોટો ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. ILT20 ટૂર્નામેન્ટ દરમિયાન કીવી ટીમનો સ્ટાર બોલર ઈજાગ્રસ્ત થઈ ગયો છે.
Champions Trophy પહેલા ખેલાડીઓની ઈજાએ અનેક ટીમોની ચિંતાને વધારી છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ટીમના ઘણા સ્ટાર ખેલાડીઓ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. હવે ન્યૂઝીલેન્ડ ટીમ માટે પણ ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીમનો સ્ટાર ખેલાડી ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે અશક્ય માનવામાં આવી રહ્યો છે.
Loki Ferguson થઈ શકે છે બહાર.
દુબઈમાં રમાઈ રહેલી ILT20 લીગમાં અનેક દેશોના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર Loki Ferguson પણ શામેલ છે. તેઓ ડેઝર્ટ વાયપર્સ માટે રમી રહ્યા હતા. દુબઈ કેપિટલ્સ સામેના પહેલા ક્વોલિફાયર મેચમાં તેમને હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી, જેના કારણે તેમને મેદાન છોડવું પડ્યું. ત્યાર બાદ તેમનું સ્કેન કરાવવામાં આવ્યું. લોકી ફર્ગ્યુસન આ ટૂર્નામેન્ટમાં ડેઝર્ટ વાયપર્સ ટીમના કેપ્ટન પણ હતા.
Lockie Ferguson is under an injury cloud, ahead of the tri-series in Pakistan and the Champions Trophy, after hurting his hamstring while playing in the UAE's ILT20
Full story: https://t.co/Reb7VV9VY3 pic.twitter.com/W8nVCBylgu
— ESPNcricinfo (@ESPNcricinfo) February 7, 2025
New Zealand ના હેડ કોચ Gary Stead ની માહિતી.
ન્યૂઝીલેન્ડ ટીમના હેડ કોચ Gary Stead પાકિસ્તાનમાં થનારી ટ્રાય સિરીઝ પહેલા જણાવ્યું કે, “યુએઈમાં લોકીનું સ્કેન કરાયું છે. અમારે સ્કેનની ઈમેજિસ મળી ગઈ છે અને અમે રેડિયોલોજિસ્ટની રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ કે ઈજા કેટલી ગંભીર છે. હેમસ્ટ્રિંગમાં નાની ઈજા લાગે છે, એટલે અમે સલાહ અને સમયસીમાની રાહ જોઈ રહ્યા છીએ. ત્યાર બાદ જ અમે નિર્ણય લઈ શકીશું કે લોકી અહીં આવશે કે પછી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમના સ્થાન પર બીજા ખેલાડીને લાવવો પડશે.”
Lockie Ferguson is under an injury cloud, ahead of the tri-series in Pakistan and the Champions Trophy, after hurting his hamstring while playing in the UAE's ILT20. pic.twitter.com/5Xjtj6ZW4J
— Caught & Bowled (@caught1bowled) February 8, 2025
Desert Vipers ને હાર મળી
ILT20 લીગના પહેલા ક્વોલિફાયર મેચમાં Desert Vipers અને દુબઈ કેપિટલ્સ વચ્ચે મુકાબલો રમાયો. જેમાં ડેઝર્ટ વાયપર્સને દુબઈ કેપિટલ્સ સામે હાર સહન કરવી પડી, અને સાથે જ ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું.
CRICKET
Ind vs Eng 5th Test Weather Report: શું વરસાદ પહેલા દિવસની રમતને બગાડશે? હવામાન વિભાગની ચેતવણી શું છે?

Ind vs Eng 5th Test Weather Report: પહેલા દિવસે વરસાદથી થશે અસર કે પૂર્ણ મેચ રમાશે?
Ind vs Eng 5th Test Weather Report: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચમી અને અંતિમ મેચના પહેલા દિવસે વરસાદનો પડછાયો છે. માહિતી અનુસાર, ટોસમાં પણ વિલંબ થઈ શકે છે.
Ind vs Eng 5th Test Weather Report: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનો છેલ્લો મુકાબલો છે, જેમાં બધાને જબરદસ્ત ડ્રામાની અપેક્ષા છે. મેચ પહેલાં જ પિચ ક્યુરેટર અને ટીમ ઇન્ડિયાના કોચ વચ્ચે ચર્ચા થઈ ગઈ છે, જેના કારણે મેચનો આરંભ થતો પહેલા જ તણાવ વધી ગયો છે.
પોતાના નિયમિત કપ્તાન બેન સ્ટોક્સ વગર ઉતરનાર ઇંગ્લેન્ડ ટીમનું નેતૃત્વ ઓલી પોપ કરશે. ભારત માટે સીરીઝ સમાન કરવાની તક છે, જયારે ઇંગ્લેન્ડ ટીમ અહીં ડ્રો કરવાના પછી પણ ટ્રોફી લઈ જશે. મેચના પહેલા દિવસે વરસાદના વાદળ છવાયા છે.
5 મેચની શ્રેણીમાં, યજમાન ટીમ 2-1થી આગળ છે અને મુલાકાતી ટીમ બરાબરી કરવા માટે ઉત્સુક છે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ આજે ઓવલ ખાતે શરૂ થશે. માન્ચેસ્ટરમાં શાનદાર વાપસી બાદ શુભમન ગિલની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર હશે.
ચોથા દિવસે એક પણ રન બનાવ્યા વિના બે વિકેટ ગુમાવ્યા પછી મેચ ડ્રો કરવી એ એક મોટી સિદ્ધિ છે. કેપ્ટન ગિલે પણ મીડિયાને આ વાત કહી છે. હવે ભારત કોઈપણ કિંમતે છેલ્લી મેચ જીતીને ગર્વ સાથે વિદાય લેવા માંગશે.
હવામાન રમતમાં વિઘ્ન ઊભો કરી શકે છે
પ્રથમ દિવસના રમતમાં હવામાન ખલેલ કરી શકે છે. AccuWeather મુજબ ગુરુવારે સવારે આકાશમાં વાદળ છવાયેલા રહેશે અને બપોરે વરસાદ પડવાની શક્યતા છે, જેમાં 3થી 5 વાગ્યા વચ્ચે વિજળી અને ગર્જના સાથે વરસાદની આગાહી છે. સવારે પણ વરસાદ પડી શકે છે, જેના કારણે ટૉસમાં વિલંબ થઇ શકે છે. શુક્રવારે પણ વરસાદ થવાની સંભાવના છે, અને તૃતીય દિવસે પણ આકાશમાં વાદળ છવાયેલા રહેશે.
UK મેટ ઓફિસે ગુરુવારે વિજળી સાથે વરસાદની ચેતવણી જાહેર કરી છે. નિર્ધારિત સમય કરતા પહેલા અને શરૂઆતના સમયે 80% વરસાદ થવાની શક્યતા છે. આ કારણે ટૉસમાં વિલંબ થવાની શક્યતા વધી ગઈ છે. વરસાદ આખો દિવસે ચાલુ રહેવાની સંભાવના છે, જેમાં 70-80% વરસાદ થવાની શક્યતા છે, અને સ્થિતિ ફક્ત સ્ટમ્પ્સના સમયે જ સુધરવાની આશા છે.
CRICKET
VIDEO: રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ લંડનમાં અજય દેવગનની મુલાકાત લેતા વીડિયો વાયરલ

VIDEO: રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ ઇંગ્લેન્ડમાં ‘સિંઘમ’ ને મળ્યા, તેમના પુત્ર સાથે હાથ મેળવ્યો
VIDEO: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ માટે બંને ટીમો મેદાન પર ખૂબ પરસેવો પાડી રહી છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ લંડનમાં સિંઘમને મળ્યા. આ દરમિયાન તેમનો પુત્ર પણ હાજર હતો.
VIDEO: ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી બરાબર કરવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે ઓવલ ટેસ્ટ મેચ જીતવી પડશે. યજમાન ટીમ આ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ શ્રેણી જીતવા માટે તેને ફક્ત એક ડ્રોની જરૂર છે. ટીમ ઈન્ડિયા છેલ્લી ટેસ્ટ મેચ જીતવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. આ માટે તે મેદાન પર ખૂબ પરસેવો પાડી રહી છે.
આ દરમિયાન, ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને સ્પિનર કુલદીપ યાદવ પ્રેક્ટિસ પછી બોલિવૂડ અભિનેતા અજય દેવગનને મળ્યા. આ દરમિયાન અજય દેવગનનો દીકરો પણ તેમની સાથે હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લંડનના રસ્તાઓ પર મળ્યા ત્રણ દિગ્ગજ
બોલિવૂડ એક્ટર અજય દેવગન વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સ (WCL) સાથે લંડનમાં હાજર છે. તે આ લીગના સહ-માલિક છે. આ લીગ હાલમાં વિવાદોથી ઘેરાયેલી છે. આ લીગની સેમિફાઇનલમાં, ભારતીય ટીમે ફરીથી પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે, જેના કારણે પાકિસ્તાની ટીમ રમ્યા વિના ફાઇનલમાં પહોંચી ગઈ છે.
આ દરમિયાન, અજય દેવગન અચાનક ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને સ્પિનર કુલદીપ યાદવને મળ્યો. બધાએ એકબીજા સાથે ઉષ્માભર્યા હાથ મિલાવ્યા. આ દરમિયાન અજય દેવગનનો દીકરો પણ તેમની સાથે હતો. બંને ખેલાડીઓએ તેની સાથે હાથ મિલાવ્યા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હાલમાં અજય દેવગનની લીગ WCL વિવાદોથી ઘેરાયેલી છે.
Ajay Devgn Sir spotted with Sir Jadeja in londan ♥️#AjayDevgn #Jadeja pic.twitter.com/SsII9sMkvS
— Siya (@Siyajayfan) July 30, 2025
વિવાદોથી ઘેરાયેલી WCL
બૉલીવૂડ એક્ટર અજય દેવગણ WCL ના કોઓનર છે. પેહલગામમાં થયેલા આતંકી હુમલાની બાદ ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનના આતંકી સ્થળો પર બમ્બારી કરી હતી. આ બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ વધી ગયો હતો, જેનો પ્રભાવ રમતગમત પર પણ પડ્યો.
20 જુલાઈ 2025 ના WCL લીગ મેચમાં ઇન્ડિયા ચેમ્પિયન્સનો મુકાબલો પાકિસ્તાનથી થવો હતો, પરંતુ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાને રમવાનું મનાઈ કર્યું, જેના કારણે આ મેચ રદ કરવામાં આવી. ત્યારબાદ સેમિફાઇનલમાં પણ બંને દેશોનું મુકાબલો થવાનું હતું, પરંતુ ફરી ભારતીય ખેલાડીઓએ રમવાનું નકારી દીધું. આ કારણે પાકિસ્તાનની ટીમ વિના રમ્યા જ ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ કારણે WCL ને દરેક જગ્યાએ ઘણી નકારાત્મક ટીકા થઈ રહી છે.
CRICKET
Olympics 2028 ક્રિકેટમાં પાકિસ્તાનને નહીં મળે સ્થાન? રિપોર્ટ્સમાં ખુલાસો થયો

Olympics 2028: ભારતીય ટીમને મળશે ઓલમ્પિકમાં ભાગ લેવાનો મોકો
Olympics 2028: ઓલિમ્પિક 2028માં ક્રિકેટમાં કુલ 6 ટીમો ભાગ લેશે. પરંતુ સિલેક્શન પ્રક્રિયા એવી બનાવવામાં આવી છે કે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માટે ભાગ લેવું મુશ્કેલ જણાય રહ્યું છે.
Olympics 2028: ક્રિકેટ હવે સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેની લોકપ્રિયતા પણ વધતી જાય છે. ઓલિમ્પિક 2028માં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે. આથી ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ ખુશી છવાઈ ગઈ છે. ઓલિમ્પિક 2028માં પુરુષ અને મહિલાઓની બંને કેટેગરીમાં 6-6 ટીમો ભાગ લેશે. હવે આ 6 ટીમો કઈ હશે, તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
બેઠકમાં થયો મોટો નિર્ણય
ધ ગાર્ડિયનની રિપોર્ટ મુજબ, જુલાઈમાં સિંગાપુરમાં યોજાયેલા વાર્ષિક બેઠકમાં ICCએ ક્વોલિફિકેશન પ્રક્રિયા અંતિમ સ્વરૂપ આપી છે. આમાં રીજનલ ક્વોલિફિકેશનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એશિયા, ઓશનિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકા – આ પાંચ ખંડમાંથી એક-એક ટીમ ભાગ લેશે. જયારે છઠ્ઠી ટીમ ક્યાંથી આવશે તેનો પસંદગી પ્રક્રિયા હજી નિર્ધારિત નથી. ઓલિમ્પિક એક વૈશ્વિક ઇવેન્ટ છે, એટલે ICC ઇચ્છે છે કે તેમાં બધા ભાગ લેશે.
-
CRICKET9 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET9 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET9 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET9 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET10 months ago
IND vs AUS: ભારત અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ટ્રેવિસ હેડ સહિત 3 ખેલાડીઓ બહાર
-
CRICKET9 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET9 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET9 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ