CRICKET
SA20 Final: MI કેપટાઉન અને SRH ઈસ્ટર્ન કેપ વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ ઇલેવન

SA20 Final: MI કેપટાઉન અને SRH ઈસ્ટર્ન કેપ વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ ઇલેવન.
MI Cape Town અને Sunrisers Eastern Cape વચ્ચે આજે 8 ફેબ્રુઆરીએ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં મુકાબલો રમાશે. ભારતીય સમય મુજબ રાતે 9 વાગ્યાથી આ હાઇ-વોલ્ટેજ મેચ શરૂ થશે.
કઈ ટીમ મજબૂત?
MI Cape Town , જે પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર રહી હતી, ક્વોલિફાયર 1 માં પાર્લ રોયલ્સને હરાવીને ફાઇનલમાં પહોંચી છે. બીજી તરફ, સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપે પહેલા એલિમિનેટર મેચમાં જોહાનિસબર્ગ સુપર કિંગ્સને હરાવ્યા પછી ક્વોલિફાયર 2માં પાર્લ રોયલ્સને 8 વિકેટે પરાજય આપ્યો હતો.
પિચ રિપોર્ટ
ohannesburg નું Wanderers Stadium સામાન્ય રીતે બેટ્સમેન-ફ્રેન્ડલી છે, અને અહીં હાઈ-સ્કોરિંગ મેચો જોવામાં આવી છે. જો કે, બોલર્સ પણ યોગ્ય લાઇન અને લેન્થમાં બોલિંગ કરીને વિકેટ મેળવી શકે છે. ટોસ જીતનારી ટીમ મોટાભાગે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
મેચ પ્રીડિક્શન
SA20 ઈતિહાસમાં MI કેપટાઉન અને સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ વચ્ચે 6 મુકાબલા થયા છે, જેમાં 4 વખત SRH અને 2 વખત MI જીત્યું છે. જો કે, આ સીઝનમાં MI એ બંને વખત SRH સામે મોટી જીત મેળવી છે. આ કારણે MI કેપટાઉન થોડી મજબૂત દેખાય છે, પણ ટોસ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન:
MI Cape Town:
રાયન રિકેલ્ટન (વિકેટકીપર), રાસી વાન ડેર ડુસેન, રીઝા હેન્ડ્રિક્સ, સેદીકુલ્લાહ અતલ, ડેવાલ્ડ બ્રેવિસ, ડેલાનો પોટગીટર, જ્યોર્જ લિન્ડે, કોર્બિન બોશ, રશીદ ખાન (કપ્તાન), કગીસો રબાડા, ટ્રેન્ટ બોલ્ટ.
Sunrisers Eastern Cape:
ડેવિડ બેડિંગહમ, ટોની ડી જોર્જી, જોડન હર્મન, ટોમ એબેલ, એડન માર્કરમ (કપ્તાન), ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જાનસેન, ક્રેગ ઓવર્ટન, લિયામ ડોસન, ઓટનીલ બાર્ટમેન, રિચાર્ડ ગ્લીસન.
CRICKET
Ben Stokes Injury: બેન સ્ટોક્સે પોતાની ટીમ માટે વ્યક્ત કર્યો ખાસ સંદેશ

Ben Stokes Injury: ઈજાગ્રસ્ત બેન સ્ટોક્સે અંતિમ ટેસ્ટ પહેલા વ્યક્ત કરી પહેલી પ્રતિક્રિયા
CRICKET
IND VS PAK: ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો, સેમિફાઇનલ મેચ અનિશ્ચિત

IND VS PAK સેમિફાઇનલ મેચનું ભાગ્ય અંધકારમાં લટક્યું
IND VS PAK: ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. આ પહેલા ભારતીય ખેલાડીઓએ લીગ સ્ટેજમાં પણ પાકિસ્તાન સામે એક પણ મેચ રમી ન હતી.
IND VS PAK: ઇંગ્લેન્ડમાં રમાઈ રહી વર્લ્ડ ચેમ્પિયન્સશિપ ઓફ લેજન્ડ્સ (WCL) 2025 એ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ લીગમાં 6 દેશોના લેજન્ડ ખેલાડીઓ રમ રહ્યા છે, જેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે. 31 જુલાઈએ આ લીગના સેમિફાઇનલ મેચ રમાવા છે. પ્રથમ સેમિફાઇનલ મેચ ઇન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમો વચ્ચે નિર્ધારિત છે. પરંતુ આ મુકાબલાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ભારત-પાકિસ્તાન મેચ ફરી રદ
ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. ભારતીય ખેલાડીઓએ તેમના કટ્ટર હરીફો સાથે કોઈપણ સ્પર્ધાત્મક મેચમાં ભાગ ન લેવાની નીતિ જાળવી રાખી છે. આ નિર્ણય લીગ સ્ટેજ મેચ પછી લેવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ખેલાડીઓ અને ટુર્નામેન્ટના મુખ્ય પ્રાયોજકે પાકિસ્તાન સામે રમવાનો વાંધો ઉઠાવ્યો હતો.
CRICKET
England Playing 11, 5th Test: બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર સહિત 4 ખેલાડીઓ પાંચમી ટેસ્ટમાંથી બહાર

England Playing 11, 5th Test: ઇંગ્લેન્ડે પાંચમાં ટેસ્ટ માટે ખેલાડી યાદી જાહેર કરી
-
CRICKET9 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET9 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET9 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET9 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET10 months ago
IND vs AUS: ભારત અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ટ્રેવિસ હેડ સહિત 3 ખેલાડીઓ બહાર
-
CRICKET9 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET9 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET9 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ