CRICKET
ICC Tournament: 10 વર્ષ પછી ફરી એ જ સેમિફાઈનલ! શું આ વખતે ભારત બદલો લઈ શકશે?

ICC Tournament: 10 વર્ષ પછી ફરી એ જ સેમિફાઈનલ! શું આ વખતે ભારત બદલો લઈ શકશે?
સેમીફાઈનલ પહેલાં ભારતને 10 વર્ષ જૂના રેકોર્ડનો ડર સતાવી રહ્યો છે. એકવાર ફરી ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે છે, જે 2015 વર્લ્ડ કપના સેમીફાઈનલની યાદ અપાવે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સેમીફાઈનલ માટે ચાર ટીમો નક્કી થઈ ચૂકી છે. ગ્રૂપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડ, જ્યારે ગ્રૂપ B માંથી દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા અંતિમ ચારેકમાં પહોંચી છે. સેમીફાઈનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે દક્ષિણ આફ્રિકા ટકરાશે. આ સાથે જ 10 વર્ષ જૂનો ઇતિહાસ ફરીથી પોતાને દોહરાવતો દેખાઈ રહ્યો છે, જે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.
ફરી એકવાર India-Australia સેમીફાઈનલ
2015 વર્લ્ડ કપ, જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આયોજિત થયો હતો, એમાં પણ ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચી હતી. એ વખતે પણ ભારત અને ઓસ્ટ્રેલિયા એકબીજા સામે હતા, અને બીજી તરફ દક્ષિણ આફ્રિકા-ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. 2015માં ટીમ ઇન્ડિયાની કમાન એમ.એસ. ધોની સંભાળી રહ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઇકલ ક્લાર્ક હતા. ત્યારે ભારતને ઓસ્ટ્રેલિયા સામે 95 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
March 2015 to march 2025 here they meet again#INDvsNZ #INDvsAUS pic.twitter.com/Kb71m2fhK6
— Sigma 12🚩 (@SigmaIshan) March 2, 2025
તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટના નુકસાને 328 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 233 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન ધોનીએ 65 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલી માત્ર 1 રન બનાવી પેવિલિયન પરત ફર્યો હતો.
શું India-Australia થી બદલો લઈ શકશે?
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નોકઆઉટ મેચોમાં ભારતનો રેકોર્ડ સારો નથી રહ્યો. 2023 વર્લ્ડ કપના ફાઈનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી ચેમ્પિયનશિપ જીતી હતી. હવે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઈનલમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયાથી હિસાબ બરાબર કરવાની તક છે. શું આ વખતે ઇતિહાસ બદલાશે? કે ફરી ઓસ્ટ્રેલિયા ભારતીય ટીમ પર ભારે પડશે? આનો જવાબ આવનારા સેમીફાઈનલમાં મળશે.
We take a look at Australia's path to the final four at the #ChampionsTrophy and a knockout clash against India in Dubai 👇https://t.co/U6UioZaDZp
— ICC (@ICC) March 3, 2025
CRICKET
Ben Stokes Injury: બેન સ્ટોક્સે પોતાની ટીમ માટે વ્યક્ત કર્યો ખાસ સંદેશ

Ben Stokes Injury: ઈજાગ્રસ્ત બેન સ્ટોક્સે અંતિમ ટેસ્ટ પહેલા વ્યક્ત કરી પહેલી પ્રતિક્રિયા
CRICKET
IND VS PAK: ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો, સેમિફાઇનલ મેચ અનિશ્ચિત

IND VS PAK સેમિફાઇનલ મેચનું ભાગ્ય અંધકારમાં લટક્યું
IND VS PAK: ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. આ પહેલા ભારતીય ખેલાડીઓએ લીગ સ્ટેજમાં પણ પાકિસ્તાન સામે એક પણ મેચ રમી ન હતી.
IND VS PAK: ઇંગ્લેન્ડમાં રમાઈ રહી વર્લ્ડ ચેમ્પિયન્સશિપ ઓફ લેજન્ડ્સ (WCL) 2025 એ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ લીગમાં 6 દેશોના લેજન્ડ ખેલાડીઓ રમ રહ્યા છે, જેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે. 31 જુલાઈએ આ લીગના સેમિફાઇનલ મેચ રમાવા છે. પ્રથમ સેમિફાઇનલ મેચ ઇન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમો વચ્ચે નિર્ધારિત છે. પરંતુ આ મુકાબલાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ભારત-પાકિસ્તાન મેચ ફરી રદ
ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. ભારતીય ખેલાડીઓએ તેમના કટ્ટર હરીફો સાથે કોઈપણ સ્પર્ધાત્મક મેચમાં ભાગ ન લેવાની નીતિ જાળવી રાખી છે. આ નિર્ણય લીગ સ્ટેજ મેચ પછી લેવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ખેલાડીઓ અને ટુર્નામેન્ટના મુખ્ય પ્રાયોજકે પાકિસ્તાન સામે રમવાનો વાંધો ઉઠાવ્યો હતો.
CRICKET
England Playing 11, 5th Test: બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર સહિત 4 ખેલાડીઓ પાંચમી ટેસ્ટમાંથી બહાર

England Playing 11, 5th Test: ઇંગ્લેન્ડે પાંચમાં ટેસ્ટ માટે ખેલાડી યાદી જાહેર કરી
-
CRICKET9 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET9 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET9 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET9 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET10 months ago
IND vs AUS: ભારત અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ટ્રેવિસ હેડ સહિત 3 ખેલાડીઓ બહાર
-
CRICKET9 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET9 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET9 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ