CRICKET
IND vs AUS: સેમિફાઈનલમાં રોહિતનો મોટો દાવ, 4 સ્પિનર સાથે મેદાનમાં ઉતર્યો ભારત!

IND vs AUS: સેમિફાઈનલમાં રોહિતનો મોટો દાવ, 4 સ્પિનર સાથે મેદાનમાં ઉતર્યો ભારત!
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પહેલા સેમિફાઈનલ માટે મેદાન તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા દુબઈના મેદાન પર આમને-સામને છે. જે ટીમ આ મુકાબલો જીતીને ફાઈનલમાં સ્થાન બનાવશે.
ટોસ અપડેટ
સેમિફાઈનલ માટે ટોસ થઈ ગયો છે, અને ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરશે. રોહિત શર્મા માટે આ સતત 14મો ટોસ છે જે તેઓ હારી ગયા છે. ટોસ પછી બંને ટીમોએ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે.
ભારતે જાળવી રાખ્યો જૂનો કોમ્બિનેશન, ઓસ્ટ્રેલિયામાં 2 ફેરફાર
સેમિફાઈનલ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રોહિત શર્માએ અગાઉના કોમ્બિનેશન સાથે જ મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે, જેમાં 4 સ્પિનરોનો સમાવેશ છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાએ ટીમમાં 2 ફેરફાર કર્યા છે. ઈજાગ્રસ્ત મેથ્યૂ શોર્ટની જગ્યાએ કૂપર કોનોલીને સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે સ્પેન્સર જ્હોન્સનની જગ્યાએ સ્પિનર તનવીર સંઘાને તક આપવામાં આવી છે.
India-Australia ની પ્લેઇંગ XI
ભારત: રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મહંમદ શમી.
ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, કૂપર કોનોલી, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ (કપ્તાન), ઍલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વાર્સહુઈસ, નાથન એલિસ, એડમ જંપા, તનવીર સંઘા.
સેમિફાઈનલ સુધી ભારત અને ઓસ્ટ્રેલિયાનો સફર
ભારત ગ્રુપ સ્ટેજમાં અપરાજિત રહીને સીધી સેમિફાઈનલમાં પહોંચ્યું છે. ભારતે ગ્રુપ Aમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયાનો એક ગ્રુપ સ્ટેજ મેચ રદ્દ થયો હતો, જ્યારે બાકીના 2 મુકાબલા જીતીને તે ગ્રુપ Bમાં બીજા સ્થાને રહી હતી.
ICC Knockout મુકાબલાઓમાં India-Australia 9મીવાર આમને-સામને
ICCના નોકઆઉટ મુકાબલાઓમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની આ 9મી ટક્કર છે. અગાઉના 8 મુકાબલામાં બંને ટીમોએ 4-4 જીતી છે. સેમિફાઈનલમાં આ પહેલા 2 વખત બંને ટીમો ભીડી છે, જેમાં 1-1 મેચ જીતવામાં આવી છે. હવે જોવાનું છે કે આ વખતની સેમિફાઈનલમાં કોનું પલ્લું ભારે રહેશે!
CRICKET
ICC Test Ranking: જસપ્રીત બુમરાહનો દબદબો યથાવત, પંતને પ્રદર્શનનું ઈનામ મળ્યું

ICC Test Ranking: જસપ્રીત બુમરાહનો જાદુ યથાવત, પંતને શ્રેષ્ઠ પ્રદર્શન માટે સન્માન મળ્યું
CRICKET
IND vs ENG: બુમરાહની ગેરહાજરીનું કારણ શુ? કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું સચોટ કારણ

IND vs ENG: જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો?
IND vs ENG: ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય લીધો છે. શુભમન ગિલે પ્લેઇંગ ઇલેવન વિશે શું કહ્યું તે અહીં જાણો?
સિરીઝમાં 0-1થી પાછળ ભારત
ભારત-ઇંગ્લેન્ડનો પ્રથમ ટેસ્ટ લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડમાં 20 જૂનથી શરૂ થયો હતો. આ મેચમાં ભારતની તરફથી બંને ઈનિંગ્સમાં કુલ 5 શતક બન્યાં હતાં, જેની મદદથી ભારતીય ટીમે ચોથા ઈનિંગમાં ઇંગ્લેન્ડ સામે 371 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ નબળી બોલિંગ અને ઘાટિયું ફિલ્ડિંગ હોવાના કારણે ટીમ ઇન્ડિયાએ આ મોટા લક્ષ્યનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી.
CRICKET
IND vs ENG 2nd Test: ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારત સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો

IND vs ENG 2nd Test: ભારત સામે ઇંગ્લેન્ડે ટોસ જીત્યો અને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
IND vs ENG 2nd Test: દિવસ 1: ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારત સામે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો ભારત એજબેસ્ટન ટેસ્ટ જીતીને શ્રેણી 1-1 થી બરાબર કરવા માંગશે.
-
CRICKET8 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET8 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET8 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET8 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET9 months ago
IND vs AUS: ભારત અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ટ્રેવિસ હેડ સહિત 3 ખેલાડીઓ બહાર
-
CRICKET8 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET8 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET8 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ