CRICKET
WPL 2025: પ્લે-ઓફની રેસમાંથી બહાર થઈ જશે યુપી વોરિયર્સ? પોઈન્ટ્સ ટેબલમાં મોટો બદલાવ!

WPL 2025: પ્લે-ઓફની રેસમાંથી બહાર થઈ જશે યુપી વોરિયર્સ? પોઈન્ટ્સ ટેબલમાં મોટો બદલાવ!
વુમન્સ પ્રીમિયર લીગ 2025માં હવે પ્લે-ઓફ માટેની સ્પર્ધા ખૂબ જ રોમાંચક બની ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે થયેલી હાર પછી UP Warriors પર પ્લે-ઓફની રેસમાંથી બહાર થવાનો ખતરો મંડરાવી રહ્યો છે.
મહિલા પ્રીમિયર લીગ 2025માં 6 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો. આ મેચમાં હરમનપ્રીત કૌરની મુંબઈ ઈન્ડિયન્સે દીપ્તિ શર્માની યુપી વોરિયર્સને 6 વિકેટે હરાવી હતી. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે પ્લે-ઓફ તરફ મજબૂત પગલું ભર્યું છે. આ જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે.
ટોપ-2માં પહોંચી મુંબઈ ઈન્ડિયન્સ
મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં વુમન્સ પ્રીમિયર લીગ 2025માં 6 મેચ રમ્યા છે, જેમાંથી 4માં જીત મેળવી છે અને 2માં હાર મળી છે. હાલ 8 પોઈન્ટ સાથે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે. દિલ્હી કેપિટલ્સ હજુ પણ 10 પોઈન્ટ સાથે ટોચ પર છે.
Back to winning ways 💙#MI go back into the 🔝 2⃣ of the points table and move closer to the playoffs with a commanding win 👏
Scorecard ▶️ https://t.co/JkJlE423GC #TATAWPL | #UPWvMI | @mipaltan pic.twitter.com/u03fvHTX0h
— Women's Premier League (WPL) (@wplt20) March 6, 2025
દિલ્હી કેપિટલ્સે 7માંથી 5 મેચમાં જીત મેળવી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત જાયન્ટ્સની ટીમ ત્રીજા સ્થાને છે. ગુજરાતે 6 મેચ રમ્યા છે, જેમાં 3માં જીત અને 3માં હાર મળી છે. જયારે સ્મૃતિ મંધાનાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 4 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. આરસીને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે.
WPL 2025ની પોઈન્ટ્સ ટેબલ
ટીમ | મેચ | જીત | હાર | પોઈન્ટ | નેટ રન રેટ |
---|---|---|---|---|---|
દિલ્હી કેપિટલ્સ | 7 | 5 | 2 | 10 | +0.482 |
મુંબઈ ઈન્ડિયન્સ | 6 | 4 | 2 | 8 | +0.267 |
ગુજરાત જાયન્ટ્સ | 6 | 3 | 3 | 6 | +0.357 |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | 6 | 2 | 4 | 4 | -0.244 |
યુપી વોરિયર્સ | 7 | 2 | 5 | 4 | -0.785 |
આ ટીમ પર મંડરાયો ખતરો
યૂપી વોરિયર્સ માટે મહિલા પ્રીમિયર લીગ 2025ની ત્રીજી સિઝન અત્યંત નિરાશાજનક રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે થયેલી હાર યુપી માટે આ સીઝનની પાંચમી હાર હતી. અત્યાર સુધી યુપી વોરિયર્સે 7 મેચ રમ્યા છે, જેમાંથી ફક્ત 2માં જીત મળી છે, જ્યારે 5માં હાર મળી છે. હવે અહીંથી યુપી વોરિયર્સ માટે પ્લે-ઓફમાં પ્રવેશ મેળવવો અત્યંત મુશ્કેલ બની ગયું છે.
CRICKET
LSG Bowling coach: જહીર ખાનની જગ્યાએ બૉલિંગ કોચ તરીકે ભરત અરુણની એન્ટ્રી

LSG Bowling coach: LSG માં કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર
LSG Bowling coach: લખનૌ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ભરત અરુણને તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
CRICKET
Ben Stokes Injury: બેન સ્ટોક્સે પોતાની ટીમ માટે વ્યક્ત કર્યો ખાસ સંદેશ

Ben Stokes Injury: ઈજાગ્રસ્ત બેન સ્ટોક્સે અંતિમ ટેસ્ટ પહેલા વ્યક્ત કરી પહેલી પ્રતિક્રિયા
CRICKET
IND VS PAK: ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો, સેમિફાઇનલ મેચ અનિશ્ચિત

IND VS PAK સેમિફાઇનલ મેચનું ભાગ્ય અંધકારમાં લટક્યું
IND VS PAK: ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. આ પહેલા ભારતીય ખેલાડીઓએ લીગ સ્ટેજમાં પણ પાકિસ્તાન સામે એક પણ મેચ રમી ન હતી.
IND VS PAK: ઇંગ્લેન્ડમાં રમાઈ રહી વર્લ્ડ ચેમ્પિયન્સશિપ ઓફ લેજન્ડ્સ (WCL) 2025 એ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ લીગમાં 6 દેશોના લેજન્ડ ખેલાડીઓ રમ રહ્યા છે, જેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે. 31 જુલાઈએ આ લીગના સેમિફાઇનલ મેચ રમાવા છે. પ્રથમ સેમિફાઇનલ મેચ ઇન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમો વચ્ચે નિર્ધારિત છે. પરંતુ આ મુકાબલાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ભારત-પાકિસ્તાન મેચ ફરી રદ
ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. ભારતીય ખેલાડીઓએ તેમના કટ્ટર હરીફો સાથે કોઈપણ સ્પર્ધાત્મક મેચમાં ભાગ ન લેવાની નીતિ જાળવી રાખી છે. આ નિર્ણય લીગ સ્ટેજ મેચ પછી લેવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ખેલાડીઓ અને ટુર્નામેન્ટના મુખ્ય પ્રાયોજકે પાકિસ્તાન સામે રમવાનો વાંધો ઉઠાવ્યો હતો.
-
CRICKET9 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET9 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET9 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET9 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET10 months ago
IND vs AUS: ભારત અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ટ્રેવિસ હેડ સહિત 3 ખેલાડીઓ બહાર
-
CRICKET9 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET9 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET9 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ