CRICKET
Shashank Singh પસંદ કરી પંજાબ કિંગ્સની શ્રેષ્ઠ Playing 11, નંબર-1 ઓલરાઉન્ડરને કર્યો બહાર

Shashank Singh પસંદ કરી પંજાબ કિંગ્સની શ્રેષ્ઠ Playing 11, નંબર-1 ઓલરાઉન્ડરને કર્યો બહાર.
IPL 2025 શરુ થવામાં હવે માત્ર પાંચ દિવસનો સમય બાકી છે. 22 માર્ચે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે પહેલા મુકાબલાથી સિઝનનો પ્રારંભ થશે. તમામ ટીમો અત્યારથી જ પોતાના કેમ્પમાં સખત મહેનત કરી રહી છે. પંજાબ કિંગ્સ પણ આ વખતે નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. શ્રેયસ ઐયર IPL 2025માં પંજાબ કિંગ્સની કમાન સંભાળશે.
પંજાબ કિંગ્સની આ સિઝનની Playing 11 કેવી રહેશે તે અંગે ચાહકોમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. એ વચ્ચે જ ટીમના વિસ્ફોટક બેટ્સમેન Shashank Singh એક પોડકાસ્ટ દરમિયાન પોતાની પસંદગી જણાવી છે.
Shashank Singh પસંદ કરી પંજાબ કિંગ્સની Playing 11
IPL 2025ના મેગા ઓક્શન પહેલા પંજાબ કિંગ્સે Shashank Singh ને ₹5.5 કરોડમાં રીટેઈન કર્યો હતો. IPL 2024માં શશાંક પંજાબ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો.
પોડકાસ્ટ દરમિયાન શશાંક સિંહે પોતાની પસંદગી જણાવતા, ઓપનિંગ માટે જોશ ઇન્ગ્લિસ અને પ્રભસિમરન સિંહને પસંદ કર્યા છે. નંબર-3 પર કેપ્ટન શ્રેયસ ઐયર, જ્યારે નંબર-4 પર માર્કસ સ્ટોઇનિસ રહેશે. નંબર-5 પર ઓલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલને સ્થાન મળ્યું છે. શશાંક સિંહ પોતે નંબર-7 પર બેટિંગ કરશે, જ્યારે નંબર-8 પર તેમણે નેહલ વઢેરાને પસંદ કર્યો છે.
Shashank Singh એ પસંદ કર્યા આ બોલરો
ગોળંદાજી વિભાગમાં શશાંક સિંહે માર્કો જાન્સન, યુઝવેન્દ્ર ચહલ, અર્ષદીપ સિંહ અને હરપ્રીત બરાડને તક આપી છે. પંજાબ કિંગ્સે આ વખતે ઓક્શનમાં યુઝવેન્દ્ર ચહલને ₹18 કરોડમાં ખરીદ્યા છે.
Punjab Kings 🌟 Shashank Singh Said n had a bet with shubankar Mishra that PBKS will finish on Top 👑
He will send text after season
Shashank is so confident n also friend with Sheryas n Retained player he know a lot 🦁Positive n top notch confidence 🦁
❤️ Love Punjab ❤️ pic.twitter.com/RbrRY5ePPe
— Baaz Bal (@BaazBal) March 16, 2025
શશાંકે ICC રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર અજમતુલ્લાહને પોતાની Playing 11માં સ્થાન આપ્યું નથી. તેઓ ઉપરાંત લોકી ફર્ગ્યુસન પણ શશાંકે પસંદ કર્યો નથી.
Shashank Singh ની પસંદગી મુજબ પંજાબ કિંગ્સની Playing 11:
- ઓપનર: જોશ ઇન્ગ્લિસ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર)
- મિડલ ઓર્ડર: શ્રેયસ ઐયર (કપ્તાન), માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મૅક્સવેલ
- ઓલરાઉન્ડર: શશાંક સિંહ, નેહલ વઢેરા
- ગોલંદાજ: માર્કો જાન્સન, હરપ્રીત બરાડ, અર્ષદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
Shashank Singh in death overs IPL 2024🌟
122 Runs @ 230 SR & 61 Average🔥🥵
Man playing his best cricket at 32 after getting wrongly picked – JERSEY NANI in real life🫡#KKRvsPBKS #KKRvPBKS #PBKSvsKKR #PBKSvKKRpic.twitter.com/PEvkNslslx
— TCTV Cricket (@tctv1offl) April 26, 2024
CRICKET
BCCI: કોહલી-રોહિતના ODI ભવિષ્ય અંગે ટૂંક સમયમાં નિર્ણય

BCCI જલ્દી જ રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે ક્રિકેટના ભવિષ્ય અંગે નિર્ણય લેશે.
BCCI: થોડા મહિના પહેલા સુધી, BCCIનો રોહિત પ્રત્યે અલગ મત હતો, પરંતુ ઈંગ્લેન્ડ શ્રેણીમાં પ્રદર્શન ઘણું બદલાઈ ગયું હોય તેવું લાગે છે.
CRICKET
BCCI એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ચેતવણી આપી

BCCI એ સ્ટાર ખેલાડીઓને આદેશ આપ્યો, પોતાની પસંદગીની મેચ પસંદ કરવા પર પ્રતિબંધ
BCCI એ તેના કરારબદ્ધ ખેલાડીઓને કહ્યું છે કે તેઓ કોઈપણ મહત્વપૂર્ણ મેચમાં રમવાનો ઇનકાર કરી શકતા નથી. હાલમાં, ઘણા ભારતીય ખેલાડીઓ શ્રેણીમાં થોડી મેચ રમે છે જ્યારે તેઓ ઘણી મેચોથી બહાર હોય છે. તેઓ વર્કલોડ મેનેજમેન્ટના આડમાં કેટલીક મેચોથી પોતાને દૂર રાખે છે.
BCCI : ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આગામી શ્રેણી માં તેમની મનમાની નહીં ચાલે. ઘણા ભારતના સ્ટાર ખેલાડીઓ કોઈ પણ શ્રેણી ના બધા મેચ નહી ખેલતા હોય છે. તેઓ પહેલેથી જ કહે દે છે કે કઈ શ્રેણીમાં રમવા છે અને કઈ છોડવી છે.
ઘણા ખેલાડી વર્કલોડ મેનેજમેન્ટનો બહાનો બનાવીને પોતાને શ્રેણી અથવા મેચમાંથી દૂર રાખે છે. હેડ કોચ ગૌતમ ગંભીર હંમેશા ભારતીય ક્રિકેટમાં મેગા સ્ટાર સંસ્કૃતિ ના વિરોધી રહ્યા છે. પરંતુ ઇંગ્લેન્ડ પ્રવાસ પર મોહમ્મદ સિરાજ ના સતત ઉત્તમ પ્રદર્શન થી ભારત ના મુખ્ય કોચને હવે પોતાની રીત પ્રમાણે ‘ટીમ કલ્ચર’ બનાવવાનો મોકો મળ્યો છે.
ઇંગ્લેન્ડ સાથેની સિરીઝ 2-2થી ડ્રો કરાવ્યા પછી, ગૌતમ ગંભીર અને પસંદગી સમિતિના પ્રમુખ અઝિત અગરકર ટીમમાં એવો માહોલ બનાવવાની ઇચ્છા રાખશે જેમાં દરેક ખેલાડીને સમાન માનવામાં આવે. એવું માનવામાં આવે છે કે પસંદગી સમિતિ, ગંભીર અને ભારતીય ક્રિકેટના ઉચ્ચ અધિકારીઓ વર્કલોડ મેનેજમેન્ટના નામ પર ખેલાડીઓની મનમાનીથી મેચ અને સિરીઝ પસંદ કરવાની પરંપરા પર પાબંધી લાવવા માટે એકમતિ થયાં છે.
BCCIના એક સિનિયર અધિકારીએ કહ્યું, ‘આ મુદ્દે ચર્ચા થઈ છે અને કેન્દ્રિય કરારવાળા ખેલાડીઓને ખાસ કરીને જે તમામ ફોર્મેટમાં નિયમિત રમે છે, તેમને કહ્યું છે કે હવે ભવિષ્યમાં પોતાની મનમાનીથી મેચ પસંદ કરવાનો કલ્ચર ચાલશે નહીં.’
‘આનો અર્થ એ નથી કે…’
તેમણે કહ્યું, ‘આનો અર્થ એ નથી કે વર્કલોડ મેનેજમેન્ટ પર ધ્યાન આપવામાં આવશે નહીં. ઝડપી બોલરોનું વર્કલોડ મેનેજમેન્ટ જરૂરી છે પરંતુ ખેલાડીઓ તેના બહાને મહત્વપૂર્ણ મેચોથી બહાર રહી શકતા નથી.’ મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટમાં 185.3 ઓવર બોલિંગ કરી, જે સિવાય નેટ્સમાં બોલિંગ અને ફિલ્ડિંગ અલગ છે.
તેમણે ફિટનેસના નવા ધોરણો સ્થાપિત કર્યા. સિરાજ, પ્રખ્યાત કૃષ્ણ અને આકાશ દીપના પ્રદર્શને સાબિત કર્યું કે મોટા સ્ટાર્સ પણ રમતથી ઉપર નથી.
સ્ટોક્સે મુશ્કેલીઓ છતાં લાંબા સ્પેલ્સ બોલિંગ કરી
ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ ઘણી મુશ્કેલીઓ છતાં ચોથી ટેસ્ટ સુધી લાંબા સ્પેલ્સ બોલિંગ કરી. આનાથી એ પ્રશ્ન ઉભો થાય છે કે શું વર્કલોડ મેનેજમેન્ટ વ્યક્તિની સુવિધા અનુસાર ઘડાયેલું છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ‘ઇન્ડિયા ટુડે’ને કહ્યું, ‘જ્યારે તમે દેશ માટે રમી રહ્યા હોવ ત્યારે પીડા ભૂલી જાઓ.
શું તમને લાગે છે કે સરહદ પરના સૈનિકો ઠંડીની ફરિયાદ કરશે. ઋષભ પંતે તમને શું બતાવ્યું? તે ફ્રેક્ચર હોવા છતાં બેટિંગ કરવા આવ્યો હતો. ખેલાડીઓ પાસેથી આ જ અપેક્ષા રાખવામાં આવે છે. ભારત માટે રમવું એ ગર્વની વાત છે.’
CRICKET
India England Series ની બેસ્ટ પ્લેઇંગ ઈલેવન, બેન સ્ટોક્સ કેપ્ટન અને જયસવાલ બહાર

India England Series ની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન અહીં જુઓ
India England Series: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી 2-2 થી ડ્રો રહી. આંકડાઓના આધારે શ્રેણીની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન અહીં જુઓ.
India England Series: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી 2-2 થી બરાબર રહી હતી. પ્રથમ ટેસ્ટમાં એક સમયે ટીમ ઇન્ડિયા વિજય તરફ આગળ વધી રહી હતી, જો ખરાબ ફિલ્ડિંગ ન હોત, તો કદાચ શ્રેણીનું પરિણામ ભારતના પક્ષમાં આવી શક્યું હોત. પરિણામ ઓવલ ટેસ્ટ પર નિર્ભર હતું, જેમાં ટીમ ઇન્ડિયાએ 6 રનથી રોમાંચક જીત નોંધાવી હતી.
આ શ્રેણીમાં શુભમન ગિલથી લઈને જો રૂટ જેવા ટોચના બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા હતા. તે જ સમયે, મોહમ્મદ સિરાજ શ્રેણીના શ્રેષ્ઠ બોલર સાબિત થયા, જેમણે કુલ 23 વિકેટ લીધી. અહીં અમે તમારી સામે ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીની સૌથી મજબૂત પ્લેઇંગ ઇલેવન રજૂ કરી રહ્યા છીએ, જેમાં બંને દેશોના ખેલાડીઓને રાખવામાં આવ્યા છે.
-
CRICKET9 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET9 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET9 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET9 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET10 months ago
IND vs AUS: ભારત અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ટ્રેવિસ હેડ સહિત 3 ખેલાડીઓ બહાર
-
CRICKET9 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET9 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET9 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ