Connect with us

CRICKET

Abhishek Sharma ની ધમાકેદાર ઈનિંગ પર ક્રિસ ગેઇલનું મોટું નિવેદન!

Published

on

gale99

Abhishek Sharma ની ધમાકેદાર ઈનિંગ પર ક્રિસ ગેઇલનું મોટું નિવેદન!

ટી20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગનો રેકોર્ડ ‘યુનિવર્સ બોસ’ Chris Gayle ના નામે છે. તેમણે 2013ના IPLમાં RCB તરફથી રમતી વખતે પુણે વોરિયર્સ સામે માત્ર 66 બોલમાં 175 રન નોંધાવ્યા હતા. હવે આ રેકોર્ડને લઈને ગેઇલે પોતે જ મોટું નિવેદન આપ્યું છે.

Chris Gayle - The Universe Boss!

Abhishek Sharma તોડશે મારો રેકોર્ડ – Chris Gayle નો દાવો

વાતચીતમાં ક્રિસ ગેઇલે કહ્યું: “અભિષેક શર્મા મારા 175 રનના રેકોર્ડને તોડી શકે છે. તેણે જે રીતે 141 રન બનાવ્યા, એ જમાવટદાર ઈનિંગ હતી. તે યુવાન છે અને તેમાં ટેલેન્ટ પણ છે.”

Top 7 Players With Highest Individual Score In IPL History: Abhishek Sharma Joins Chris Gayle; Check Full List | News | Zee News

ગેઇલે એ પણ ઉમેર્યું કે આજકાલ ટી20 ક્રિકેટમાં શતકો સરળતાથી બની રહ્યાં છે. IPLમાં નિકોલસ પૂરન અને ટ્રેવિસ હેડ જેવા ઘણા ધમાકેદાર બેટ્સમેન છે, જેઓ કોઈપણ બોલિંગ લાઇનઅપને તોડી શકે છે.

Abhishek Sharma ની 141 રનની ધમાકેદાર ઈનિંગ

IPL 2025માં પંજાબ કિંગ્સ સામે રમતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદના માટે અભિષેક શર્માએ માત્ર 55 બોલમાં 141 રન ફટકાર્યા હતા. તેમણે 14 ચોકા અને 10 છગ્ગા લગાવ્યા અને માત્ર 40 બોલમાં શતક બનાવ્યું. આ ઇનિંગના કારણે SRH એ મેચ 8 વિકેટથી જીતી હતી.

Freakish Abhishek Sharma sets IPL ablaze with six-hitting fest in Hyderabad

આ શાનદાર ઇનિંગ સાથે અભિષેક IPLના ઈતિહાસમાં સૌથી મોટી ઈનિંગ રમનાર ભારતીય બેટ્સમેન બની ગયા. તેમણે K.L. રાહુલના 132 રનના રેકોર્ડને તોડી નાંખ્યો.

આક્રમક બેટિંગ માટે ઓળખાય છે Abhishek Sharma

Abhishek Sharma પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. તેમની પાસે દરેક પ્રકારના શોટ છે અને કોઈ પણ બોલિંગ સામે ત્રાટકી શકે છે. અત્યાર સુધી તેઓએ 69 IPL મેચમાં 1569 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 7 અર્ધસદી શામેલ છે.

 

CRICKET

IND vs AUS: ચોથી ટી20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને હરાવ્યું

Published

on

By

IND vs AUS: શિવમ દુબે અને અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયાનું નસીબ બદલી નાખ્યું

ચોથી T20I માં, ભારતે પ્રથમ બેટિંગ કરી અને 168 રનનો લક્ષ્યાંક આપ્યો. શુભમન ગિલે 46 રનની ઇનિંગ રમીને મજબૂત શરૂઆત કરી, પરંતુ ઓસ્ટ્રેલિયન બોલરોએ અંત સુધી દબાણ જાળવી રાખ્યું, અને ટીમ 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

મેચનો ટર્નિંગ પોઈન્ટ:

ઓસ્ટ્રેલિયાએ મિશેલ માર્શ અને મેથ્યુ શોર્ટ સાથે શરૂઆત કરી. માર્શ ક્રીઝ પર હોવાથી, ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં દેખાતું હતું, પરંતુ શિવમ દુબેએ માર્શની વિકેટ લઈને રમત બદલી નાખી. ત્યારબાદ દુબેએ ટિમ ડેવિડની મહત્વપૂર્ણ વિકેટ લીધી.

શિવમ દુબેનું રમત બદલતું પ્રદર્શન:

  • માર્શ અને શોર્ટે પ્રથમ વિકેટ માટે 37 રન ઉમેર્યા.
  • માર્શ અને ઇંગ્લીસે 30 રનની ભાગીદારી ઉમેરી.
  • દુબેના આઉટ થયા પછી, ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો દબાણમાં આવી ગયા અને ઝડપથી આઉટ થઈ ગયા.
  • જોશ ફિલિપને અર્શદીપ સિંહ દ્વારા બોલ્ડ કરવામાં આવ્યા, અને ગ્લેન મેક્સવેલ માત્ર 2 રન બનાવીને પેવેલિયનમાં પાછા ફર્યા.
  • સ્ટોઈનિસ અને અન્ય બેટ્સમેનો પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં.

અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો:

અક્ષર પટેલે બેટ અને બોલ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 21 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી અને ઓસ્ટ્રેલિયાની પ્રથમ બે વિકેટ પોતાની ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને લીધી.

ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને શ્રેણીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું.

Continue Reading

CRICKET

ભારત અને શ્રીલંકા 2026 T20 world cup નું આયોજન કરશે

Published

on

By

T20 world cup 2026: ભારતના આ શહેરોમાં રમી શકાશે મેચો

મહિલા વનડે વર્લ્ડ કપ 2025 જીત્યા પછી, ભારત અને શ્રીલંકા હવે આવતા વર્ષે સંયુક્ત રીતે પુરુષોના T20 વર્લ્ડ કપ 2026નું આયોજન કરશે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ, 2026 દરમિયાન રમાશે.

મેચો માટે સંભવિત સ્થળો:

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આઈસીસીએ વર્લ્ડ કપ મેચો માટે ભારતમાં પાંચ અને શ્રીલંકામાં બે કે ત્રણ સ્થળો પસંદ કર્યા છે.

  • ભારતમાં મેચો માટે સંભવિત સ્થળો: વિશાખાપટ્ટનમ, ઈન્દોર, ગુવાહાટી
  • પાકિસ્તાન તેની બધી મેચો શ્રીલંકાના કોલંબોમાં રમી શકે છે.
  • કોઈ પણ વર્લ્ડ કપ મેચ બેંગલુરુમાં યોજાવાની શક્યતા નથી. બેંગલુરુ પણ આઈપીએલમાં એક પણ મેચનું આયોજન કરે તેવી શક્યતા નથી.

સેમિફાઇનલ અને ફાઇનલ:

સૂત્રો અનુસાર, જો પાકિસ્તાન અથવા શ્રીલંકા ફાઇનલમાં પહોંચે તો સેમિફાઇનલ શ્રીલંકામાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ફાઇનલ પણ કોલંબોમાં યોજાશે.

ટીમો અને ટુર્નામેન્ટનું માળખું:

૨૦૨૬ના T20 વર્લ્ડ કપમાં ૨૦ ટીમો ભાગ લેશે, જેમને ચાર ગ્રુપમાં વિભાજીત કરવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર ૮ સ્ટેજમાં જશે. સુપર ૮ સ્ટેજમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.

પૃષ્ઠભૂમિ:

ભારતે છેલ્લે ૨૦૨૩ના ODI વર્લ્ડ કપ દરમિયાન ICC મેન્સ ક્રિકેટ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. મેચો ધર્મશાળા, લખનૌ, ચેન્નાઈ, અમદાવાદ, દિલ્હી, પુણે, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં રમાઈ હતી. ૨૦૨૬ના વર્લ્ડ કપ માટે અંતિમ સ્થળો હજુ સુધી પુષ્ટિ થયેલ નથી.

Continue Reading

CRICKET

WPL Retention: રિટેન ખેલાડીઓની યાદી જાહેર, દીપ્તિ શર્મા બહાર

Published

on

By

WPL Retention ટીમોએ આ ખેલાડીઓને જાળવી રાખ્યા છે

મહિલા પ્રીમિયર લીગ (WPL) ની આગામી આવૃત્તિ માટે હરાજી પ્રક્રિયા 27 નવેમ્બર, 2025 ના રોજ યોજાવાની છે. તે પહેલાં, બધી ટીમો માટે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે.

આ વર્ષે સૌથી મોટી ચર્ચાનો મુદ્દો એ રહ્યો છે કે તાજેતરમાં પૂર્ણ થયેલા વર્લ્ડ કપની પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ દીપ્તિ શર્માને કોઈ પણ ટીમે રિટેન કરી નથી.

નોંધ કરો કે દરેક ફ્રેન્ચાઇઝ વધુમાં વધુ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે.

ટીમવાર રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી:

દિલ્હી કેપિટલ્સ (5 ખેલાડીઓ):

  • એનાબેલ સધરલેન્ડ
  • મેરિઝાન કેપ
  • જેમિમા રોડ્રિગ્ઝ
  • શેફાલી વર્મા
  • નિક્કી પ્રસાદ

મુંબઈ ઈન્ડિયન્સ (5 ખેલાડીઓ):

  • હરમનપ્રીત કૌર
  • નેટ સાયવર-બ્રન્ટ
  • અમનજોત કૌર
  • જી કમલિની
  • હેલી મેથ્યુઝ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (4 ખેલાડીઓ):

  • સ્મૃતિ મંધાના
  • એલિસ પેરી
  • રિચા ઘોષ
  • શ્રેયંકા પાટિલ

ગુજરાત જાયન્ટ્સ (2 ખેલાડીઓ):

  • એશ ગાર્ડનર
  • બેથ મૂની
  • યુપી વોરિયર્સ (1 ખેલાડી):
  • શ્વેતા સેહરાવત
Continue Reading

Trending