CRICKET
Preity Zinta ના નામ પર ફેલાયેલું ફેક ન્યૂઝ, સત્ય બહાર આવ્યું!
 
																								
												
												
											Preity Zinta ના નામ પર ફેલાયેલું ફેક ન્યૂઝ, સત્ય આવ્યું બહાર!
આઈપીએલ 2025 દરમિયાન પંજાબ કિંગ્સની કોઓનર Preity Zinta ના નામ પર સોશિયલ મિડીયા પર એક મોટું ઝૂથ ફેલાવવાની કોશિશ કરવામાં આવી હતી, જે પર પ્રીતી ઝિંતાએ પોતાનો પ્રતિસાદ આપતા તેને ફેક ન્યૂઝ ગણાવી હતી. આ પોસ્ટ હવે સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહી છે.

Preity Zinta ના નામ પર ફેલાયુ આ ઝૂથ
આઈપીએલ 2025માં પ્રીતી ઝિંતાની ટીમ પંજાબ કિંગ્સ ખૂબ જ સારા ફોર્મમાં છે અને તેમણે 7માંથી 5 મેટ્સ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં પંજાબ કિંગ્સે આરસબીને હરાવ્યું હતું. આ દરમ્યાન, સોશિયલ મિડીયા પર એક ઝૂથ ફેલાયો હતો કે પ્રીતી ઝિંતાએ ઋષભ પંતના નિવેદનનો જવાબ આપ્યો હતો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે પ્રીતી ઝિંતાએ કહ્યું હતું કે પંજાબ પાસે ઋષભ પંત અને શ્રેયસ અય્યર બંને વિકલ્પો હતા, પરંતુ ટીમે શ્રેયસ અય્યરને પસંદ કર્યો કારણ કે તેઓ એક મોટું નામ નહીં, પરંતુ એક મોટું પર્ફોર્મર ઈચ્છતા હતા.
Rishabh Pant had said in an interview that I could go anywhere but not to Punjab Kings.
But now Punjab owner Preity Zinta exposed Rishabh Pant and said, "WE HAD BOTH RISHABH PANT AND SHREYAS IYER- OPTIONS WE COULD HAVE TAKEN IN THE TEAM. BUT WE WANTED A BIG PERFORMER, NOT A BIG… pic.twitter.com/FT9CVuC65W
— Gurlabh Singh (@gurlabhsingh610) April 19, 2025
પ્રીતી ઝિંતાએ આ પોસ્ટ પર પ્રતિસાદ આપતા તેને ફેક ન્યૂઝ ગણાવી અને લખ્યું, “મને ખૂબ જ દુખ છે, પરંતુ આ ખોટી માહિતી છે!”
ઑક્શન દરમિયાન Pant અને Iyer પર લાગી રેકોર્ડ બોલી
ઑક્શન દરમિયાન પહેલા શ્રેયસ અય્યર પર બોલી લાગી હતી, જેમાં પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયાનું બજેટ ખર્ચી તેમને પોતાની ટીમમાં સામેલ કર્યો. ત્યારબાદ ઋષભ પંત પર બોલી લાગી અને લકનૌ સુપર જયન્ટ્સે 27 કરોડ રૂપિયાનું ખૂણાકું મળી તેમને ખરીદ્યો, જેના કારણે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મહેંગા ખેલાડી બન્યા.

CRICKET
IND vs AUS:અર્શદીપ માટે પ્લેઇંગ 11માં ફરી નિરાશા.
 
														IND vs AUS: કેપ્ટન સૂર્યકુમાર અર્શદીપને તક કેમ નથી આપી રહ્યા? ભારતનો ટોચનો વિકેટ ટેકર બેન્ચ પર
IND vs AUS ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20I મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, પહેલાની મેચમાં જેમ ખેલાડીઓ રમ્યા હતા, એ જ ટીમ મેદાનમાં ઉતરી છે. પરિણામે, ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ફરી એક વાર તક મળી નથી.
સૂર્યકુમાર યાદવે ટોસ બાદ કહ્યું કે, “અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા. અભિષેક શર્મા અને શુભમન ગિલે સારી શરૂઆત આપી છે અને હું મિડલ ઓર્ડરમાં આવીને રન બનાવવા પ્રયાસ કરીશ. અમારું લક્ષ્ય આક્રમક ક્રિકેટ રમવાનું છે.” કેપ્ટનએ સ્પષ્ટ કર્યું કે ટીમ કોઈ ફેરફાર વગર એ જ પ્લેઇંગ ઇલેવન સાથે રમશે.

ટીમ મેનેજમેન્ટે આ મેચમાં ઓલરાઉન્ડરો પર વધુ ભરોસો મૂક્યો છે. આ જ કારણ છે કે શિવમ દુબે અને હર્ષિત રાણાને ફરી તક મળી છે. બંને ખેલાડી બોલિંગ સાથે સાથે નીચેના ક્રમે ઝડપી રન પણ બનાવી શકે છે. અર્શદીપ સિંહની બોલિંગ નિશ્ચિતપણે ઉત્તમ છે, પરંતુ તેની બેટિંગ ક્ષમતા ખૂબ મર્યાદિત છે. કદાચ એ જ કારણથી કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમ મેનેજમેન્ટે બેટિંગ લાઇનઅપ મજબૂત રાખવા માટે તેને બહાર રાખ્યો છે.
પરંતુ અર્શદીપનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બતાવે છે કે તે ટીમ ઈન્ડિયાના સૌથી વિશ્વસનીય બોલરોમાંનો એક છે. 2022માં ડેબ્યૂ કર્યા પછી તેણે સતત સારી બોલિંગ કરી છે ખાસ કરીને ડેથ ઓવરોમાં તેની યોર્કર અને સચોટ બોલિંગ ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. અર્શદીપે અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 101 વિકેટ લીધી છે, જે તેને ભારતનો સૌથી વધુ T20I વિકેટ લેનારો બોલર બનાવે છે.
ભારત માટે તે નવી બોલ સાથે શરૂઆતમાં સ્વિંગ મેળવવામાં પણ ખતરનાક સાબિત થયો છે. તેનાં આર્થિક ઓવર અને દબાણની પરિસ્થિતિમાં શાંત બોલિંગ કરવાની ક્ષમતા ટીમ માટે મોટી શક્તિ છે. છતાં પણ, ટીમ મેનેજમેન્ટે હાલની સિરીઝમાં તેના બદલે ઓલરાઉન્ડરોને પ્રાથમિકતા આપી છે.

ક્રિકેટ નિષ્ણાતોના મતે, જો ભારત આગામી મેચોમાં બોલિંગમાં વૈવિધ્ય લાવવા માંગે છે, તો અર્શદીપને તક આપવી જોઈએ. તે જસપ્રીત બુમરાહ સાથે મળીને ડેથ ઓવરોમાં રન રોકી શકે છે અને ટીમ માટે મેચ વિજેતા સાબિત થઈ શકે છે.
બીજી T20I માટે ટીમો:
ભારત: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઈનિસ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન, જોશ હેઝલવુડ.
CRICKET
IND-W vs SA-W:Final ઇતિહાસ રચવા તૈયાર ભારત અને દક્ષિણ આફ્રિકા.
 
														IND-W vs SA-W: Final દક્ષિણ આફ્રિકા સામે ભારતનો મજબૂત રેકોર્ડ, ફાઇનલમાં ટક્કર રોમાંચક બનવાની શક્યતા
IND-W vs SA-W ભારત અને દક્ષિણ આફ્રિકા બંનેએ મહિલા વર્લ્ડ કપ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે આ બંને ટીમો 2 નવેમ્બરનાં રોજ નવી મુંબઈના DY પાટિલ ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલમાં આમને સામને આવશે. બંને ટીમો માટે આ મુકાબલો ઐતિહાસિક રહેશે, કારણ કે બંને પાસે પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાની તક છે.
ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીતમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, જેમિમાહ રોડ્રિગ્સ અને રિચા ઘોષનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું. હરમનપ્રીતે ધીરજપૂર્વક બેટિંગ કરીને ટીમને સંભાળી રાખી હતી, જ્યારે જેમિમાહ અને રિચાએ ઝડપી રન બનાવી મેચ ભારત તરફ વાળવામાં મદદ કરી હતી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી કુલ 34 વનડે મેચ રમાઈ છે, જેમાં ભારતે 20 અને દક્ષિણ આફ્રિકાએ 13 જીત મેળવી છે. આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે દક્ષિણ આફ્રિકા સામે ભારતનો રેકોર્ડ મજબૂત રહ્યો છે. તેમ છતાં, તાજેતરના સમયમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પણ સતત સુધરી રહી છે અને તેને હળવાશથી લેવી ભૂલ સાબિત થઈ શકે છે.
મહિલા વર્લ્ડ કપ 2025ના ગ્રુપ સ્ટેજમાં પણ બંને ટીમો વચ્ચે એક રસપ્રદ મેચ રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 3 વિકેટથી હરાવ્યું હતું. તે મેચમાં ભારતે પહેલા બેટિંગ કરીને 251 રન બનાવ્યા હતા. લૌરા વોલ્વાર્ડ અને નાદીન ડી ક્લાર્કે અડધી સદી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. નાદીને ખાસ કરીને 54 બોલમાં 84 રન બનાવીને ભારતનો દબદબો તોડી નાખ્યો હતો.
હવે વાત ફાઇનલની છે, જ્યાં દબાણ બંને ટીમો પર રહેશે. ભારતીય ટીમ માટે આ ત્રીજી વર્લ્ડ કપ ફાઇનલ છે. તે અગાઉ 2005 અને 2017માં ભારત ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ બંને વખતે ટાઇટલ હાથે આવ્યું નહોતું. બીજી તરફ, દક્ષિણ આફ્રિકા પહેલી વાર ફાઇનલમાં પહોંચી છે અને તે માટે આ જીત ઐતિહાસિક બની શકે છે.

ફાઇનલમાં ભારતની આશા તેની બેટિંગ લાઇનઅપ અને સ્પિન બોલિંગ પર રહેશે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા શરૂઆતમાં મજબૂત ભાગીદારી આપશે તેવી અપેક્ષા છે. બોલિંગમાં દીપ્તિ શર્મા અને પૂજા વસત્રાકર પાસેથી મહત્વની ભૂમિકા રહેવાની શક્યતા છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ પણ આત્મવિશ્વાસથી ભરપૂર છે. વોલ્વાર્ડ અને ડી ક્લાર્ક જેવી ખેલાડીઓ ભારત સામે ફરી ખતરનાક સાબિત થઈ શકે છે.
આ રીતે બંને ટીમો વચ્ચેની ફાઇનલ માત્ર ટાઇટલ જીતવા માટે નહીં, પરંતુ ઇતિહાસ રચવા માટેની લડત બની રહેશે.કિકેટ પ્રેમીઓ માટે આ મુકાબલો યાદગાર બનવાની પૂરી શક્યતા છે.
CRICKET
India vs Australia 2nd T20: મેચનો સમય, લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ વિગતો
 
														India vs Australia 2nd T20: મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ આજે, શુક્રવાર, 31 ઓક્ટોબરના રોજ રમાશે. આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાશે.
શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી – ભારતે પ્રથમ બેટિંગ કરતા 1 વિકેટે 97 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો. હવે, બંને ટીમો ફાયદો મેળવવાના ઇરાદા સાથે બીજી T20માં મેદાનમાં ઉતરશે.

મેચ ક્યારે અને કયા સમયે શરૂ થશે?
મેચની તારીખ: શુક્રવાર, ૩૧ ઓક્ટોબર
સ્થળ: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)
ટોસ: બપોરે ૧:૧૫ વાગ્યે
મેચ શરૂ: બપોરે ૧:૪૫ વાગ્યે (ભારતીય સમય)
કેપ્ટન: ભારત – સૂર્યકુમાર યાદવ, ઓસ્ટ્રેલિયા – મિચ માર્શ
IND vs AUS બીજી T20 લાઈવ ક્યાં જોવી?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20I DD સ્પોર્ટ્સ ચેનલ પર ટીવી પર મફતમાં જોઈ શકાશે.
આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પણ પ્રસારિત કરવામાં આવશે, જ્યાં દર્શકો હિન્દી અને અંગ્રેજી બંનેમાં કોમેન્ટ્રીનો આનંદ માણી શકશે.
OTT પર લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
ભારત-ઓસ્ટ્રેલિયા T20I શ્રેણીની બધી મેચો JioCinema (Jio Hotstar) એપ અને વેબસાઇટ પર મફત લાઈવ સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ રહેશે.
દર્શકો તેમના મોબાઇલ ફોન, ટેબ્લેટ અથવા સ્માર્ટ ટીવી પર મેચો જોઈ શકશે.
T20I શ્રેણી માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જીતેશ શર્મા.
ઓસ્ટ્રેલિયન ટીમ
મિચ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, માર્કસ સ્ટોઇનિસ, જોશ ફિલિપ, જોશ હેઝલવુડ, સીન એબોટ, મેથ્યુ શોર્ટ, નાથન એલિસ, ઝેવિયર બાર્ટલેટ, મેથ્યુ કુહનેમેન, બેન દ્વારશુઇસ, તનવીર સંઘા, મિશેલ ઓવેન.
- 
																	   CRICKET12 months ago CRICKET12 months agoDhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા 
- 
																	   CRICKET12 months ago CRICKET12 months agoIND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો 
- 
																	   CRICKET12 months ago CRICKET12 months agoENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી 
- 
																	   CRICKET12 months ago CRICKET12 months agoAFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી 
- 
																	   CRICKET1 year ago CRICKET1 year agoIND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ 
- 
																	   CRICKET12 months ago CRICKET12 months agoGautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા 
- 
																	   CRICKET1 year ago CRICKET1 year agoIND vs AUS: ભારત અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ટ્રેવિસ હેડ સહિત 3 ખેલાડીઓ બહાર 
- 
																	   CRICKET12 months ago CRICKET12 months agoIPL 2025: શું બેન સ્ટોક્સ પર પ્રતિબંધ છે? જાણો ક્યાં સુધી IPL નહીં રમી શકો 

 
									 
																	 
									 
																	 
									 
																	 
									 
																	 
									 
																	 
									 
																	 
											 
											