CRICKET
Dinesh Karthik: પિચ વિવાદમાં જોડાઈ RCB, દિનેશ કાર્તિકે જણાવ્યું ખરાબ પિચનું રહસ્ય

Dinesh Karthik: પિચ વિવાદમાં જોડાઈ RCB, દિનેશ કાર્તિકે જણાવ્યું ખરાબ પિચનું રહસ્ય.
IPL 2025માં હાર બાદ પિચ અને ક્યુરેટર પર દોષારોપણ કરવાનો સમય ચાલે છે. ઘણા ફ્રેન્ચાઇઝીઓએ હોમ ગ્રાઉન્ડ પર મનગમતી પિચ ન મળવાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટિંગ કોચ અને મેન્ટોર Dinesh Karthik પણ આ વિવાદમાં જોડાઈ ગયા છે. ઘરેલુ મેદાન પર સતત બે મેચ હાર્યા પછી તેમણે પિચને હાર માટે જવાબદાર ગણાવી છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચથી નારાજ Dinesh Karthik
10 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે મળેલી હાર બાદ દિનેશ કાર્તિકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “પહેલા બે મુકાબલાઓમાં અમે અહીં સારી પિચની માંગ કરી હતી. પરંતુ જે પિચ આપવામાં આવી તે એની એકદમ વિરુદ્ધ હતી. અહીં બેટિંગ કરવું બહુ મુશ્કેલ રહ્યું. અમે જે મળ્યું તેમાં સારું કરવાની કોશિશ કરી. પણ હવે અમે પિચ ક્યુરેટર સાથે વાત કરીશું. અમને તેમના પર વિશ્વાસ છે, પણ આ પિચ બેટ્સમેન માટે ફાયદાકારક રહી નથી.”
કાર્તિકના જણાવ્યા મુજબ, ટી20 ક્રિકેટ એવી રમત છે જેમાં જેટલા વધુ રન બને તેટલું બ્રોડકાસ્ટર અને ફેન્સ માટે સારું હોય છે. દરેકને બાઉન્ડરીઝ જોવા ગમે છે. તેમણે પોતાની ટીમની બેટિંગ પર પણ વાત કરી અને કહ્યું કે, “અંતિમ ઓવરમાં અમારા બેટ્સમેનોએ ફક્ત મોટા શૉટ્સ માટે જ પ્રયાસ કર્યો અને આખરે માત્ર 164 રનનો લક્ષ્યાંક જ આપી શક્યા.”
આ ટીમોએ પણ પિચ પર ઊઠાવ્યા હતા પ્રશ્નો
પિચને લઈને સૌથી પહેલાં પ્રશ્નો કોળકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) તરફથી આવ્યા હતા. KKRના કેપ્ટન અજીંક્ય રહાણેએ ઇડન ગાર્ડનસના ક્યુરેટર તેમની વાત ન સાંભળતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ચેન્નઈના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી અમારી માગ પ્રમાણે પિચ તૈયાર થતી નથી. ત્યારબાદ લક્નૌ સુપર જાયન્ટ્સના મેન્ટોર ઝહીર ખાને પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. પંજાબ સામેની હાર બાદ તેમણે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે પિચ પંજાબના ક્યુરેટરે તૈયાર કરી છે.
CRICKET
ICC Test Ranking: જસપ્રીત બુમરાહનો દબદબો યથાવત, પંતને પ્રદર્શનનું ઈનામ મળ્યું

ICC Test Ranking: જસપ્રીત બુમરાહનો જાદુ યથાવત, પંતને શ્રેષ્ઠ પ્રદર્શન માટે સન્માન મળ્યું
CRICKET
IND vs ENG: બુમરાહની ગેરહાજરીનું કારણ શુ? કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું સચોટ કારણ

IND vs ENG: જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો?
IND vs ENG: ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય લીધો છે. શુભમન ગિલે પ્લેઇંગ ઇલેવન વિશે શું કહ્યું તે અહીં જાણો?
સિરીઝમાં 0-1થી પાછળ ભારત
ભારત-ઇંગ્લેન્ડનો પ્રથમ ટેસ્ટ લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડમાં 20 જૂનથી શરૂ થયો હતો. આ મેચમાં ભારતની તરફથી બંને ઈનિંગ્સમાં કુલ 5 શતક બન્યાં હતાં, જેની મદદથી ભારતીય ટીમે ચોથા ઈનિંગમાં ઇંગ્લેન્ડ સામે 371 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યો હતો. પરંતુ નબળી બોલિંગ અને ઘાટિયું ફિલ્ડિંગ હોવાના કારણે ટીમ ઇન્ડિયાએ આ મોટા લક્ષ્યનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી.
CRICKET
IND vs ENG 2nd Test: ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારત સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો

IND vs ENG 2nd Test: ભારત સામે ઇંગ્લેન્ડે ટોસ જીત્યો અને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
IND vs ENG 2nd Test: દિવસ 1: ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારત સામે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો ભારત એજબેસ્ટન ટેસ્ટ જીતીને શ્રેણી 1-1 થી બરાબર કરવા માંગશે.
-
CRICKET8 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET8 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET8 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET8 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET9 months ago
IND vs AUS: ભારત અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ટ્રેવિસ હેડ સહિત 3 ખેલાડીઓ બહાર
-
CRICKET8 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET8 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET8 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ