CRICKET
IPL 2025: RCB બહાર થઈ! પંજાબ-મુંબઇને રાહત, ટોપ 2ની રેસમાં મોટો પલટો

IPL 2025: પંજાબ અને મુંબઈને મળ્યો ફાયદો, ટોપ 2ની રેસે નવો વળાંક લીધો
IPL 2025: હવે IPL 2025 ના લીગ તબક્કામાં માત્ર થોડી જ મેચો બાકી છે. 4 ટીમો પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. પરંતુ હવે આ ટીમો વચ્ચે ટોપ-2 માટેનો મુકાબલો જોવા મળી રહ્યો છે. આ રેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ઝટકો લાગ્યો છે.
IPL 2025 ની 65મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 42 રને પરાજય થયો. આ હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ટેન્શન વધી ગયું છે. હકીકતમાં, તે પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. પરંતુ ટોપ-2 માં લીગ સ્ટેજ પૂર્ણ કરવો હવે એક મોટો પડકાર બની ગયો છે. તે હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે અને તેની પાસે ફક્ત એક જ મેચ બાકી છે. આવી સ્થિતિમાં, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે હવે ટોપ-2 માં સ્થાન મેળવવાની મોટી તક છે.
RCBની હારથી ટોપ-2નો સમીકરણ બદલાયો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચ રમી લીધી છે અને તેની પાસે 17 પોઇન્ટ છે. તેનો નેટ રન રેટ (NRR) +0.255 છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ 18 પોઇન્ટ અને +0.602ના નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાન પર છે, જ્યારે પંજાબ કિંગ્સ 17 પોઇન્ટ અને +0.389ના NRR સાથે બીજા સ્થાને છે. ચોથી પોઝિશન પર મુંબઇ ઇન્ડિયન્સ છે, જેમણે 16 પોઇન્ટ સાથે +1.292નો ઉત્તમ નેટ રન રેટ ધરાવે છે.
આરસીબી સિવાય લીગ સ્ટેજમાં હવે મુંબઇ અને ગુજરાતના પણ 1-1 મુકાબલા બાકી છે, જ્યારે પંજાબના હજુ 2 મુકાબલા બાકી છે.
ટોપ-2માં RCB કેવી રીતે પહોંચી શકે?
RCB માટે ટોપ-2માં સ્થાન મેળવવાનો રસ્તો સરળ નથી. હવે તેને પોતાનો છેલ્લો લીગ મુકાબલો જીતવો જ પડશે. પરંતુ માત્ર જીતવી પૂરતી નથી. જો પંજાબ કિંગ્સ તેના બાકી બેમાંથી બંને મેચ હારી જાય, તો RCB માટે ટોપ-2માં પહોંચવાનો મોકો બની શકે છે.
બીજી સ્થિતિ એવી છે કે જો પંજાબ તેના એક મુકાબલામાં મોટા તફાવતથી હારે અને તેનો નેટ રન રેટ RCB કરતાં નબળો થઈ જાય, તો પણ RCBને લાભ મળી શકે છે.
આ ઉપરાંત, જો RCB પોતાનો છેલ્લો મેચ જીતી લે અને ગુજરાત ટાઇટન્સ પોતાનો છેલ્લો મુકાબલો હારી જાય, તો પણ RCB ટોપ-2માં જઈ શકે છે. જોકે, હાલ RCBનો નેટ રન રેટ પંજાબ અને ગુજરાત કરતા ઓછો છે, જે તેની સૌથી મોટી અડચણ છે.
બીજી તરફ, મુંબઈ ઇન્ડિયન્સનો નેટ રન રેટ સૌથી વધુ (+1.292) છે અને તેના 16 પોઇન્ટ છે. જો RCB અને ગુજરાત બંને પોતપોતાનો છેલ્લો મેચ હારી જાય, તો મુંબઈ પોતાની છેલ્લી મેચ જીતીને ટોપ-2માં જગ્યા બનાવી શકે છે.
CRICKET
IND vs ENG: આ ખેલાડી આખી સીરીઝથી બહાર, ઘણા અન્ય ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત

IND vs ENG: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: નીતિશ કુમાર રેડ્ડી આખી સીરીઝથી બહાર
IND vs ENG: સીરીઝમાં 1-2થી પાછળ ચાલી રહેલી ભારતીય ટીમની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. અર્શદીપ સિંહ અને આકાશદીપની ઈજાની વચ્ચે નીતિશ કુમાર રેડ્ડી આખી સીરીઝથી બહાર થઈ ગયા છે.
IND vs ENG: મેનચેસ્ટર ના ઓલ્ડ ટ્રાફર્ડ સ્ટેડિયમમાં 23 જુલાઈથી શરૂ થવા જઈ રહેલા ચોથા ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાગ્રસ્ત થઈ ગયા છે અને આખી સીરીઝથી બહાર થઈ ગયા છે. નીતિશને રવિવારે જિમ સત્ર દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. BCCIએ જણાવ્યું છે કે તેઓ જલ્દી જ દેશમાં પરત ફરશે.
ભારતના ચાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત
તે પહેલાં અર્શદીપ સિંહના ચોથા ટેસ્ટમાં ન રમવાના સમાચાર આવ્યા હતા કારણ કે તેમની આંગળીમાં કટ લાગી હતી. ફાસ્ટ બોલર આકાશદીપ પણ ઈજાની સમસ્યાથી પરેશાન છે. આ જ કારણ છે કે અંશુલ કમ્બોજને તાત્કાલિક ભારતીય સ્ક્વૉડમાં કવર તરીકે શામેલ કરવામાં આવ્યા હતા. ગ્રોઇનની ઈજાથી પીડિત આકાશદીપે બીજો અને ત્રીજો ટેસ્ટ રમ્યો હતો, જ્યારે અર્શદીપ આ સિરીઝમાં હજી સુધી નથી રમ્યા.
આકાશદીપ રમશે કે નહીં?
નીતીશ કુમાર રેડ્ડીને આજે જિમમાં ટ્રેનિંગ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઇ હતી. તે બીજા અને ત્રીજા ટેસ્ટમાં ફાઇનલ એકાદશનો ભાગ હતા. આકાશદીપની ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટતા નથી, જ્યારે અર્શદીપ માટે મેનચેસ્ટર ટેસ્ટમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. આ કારણે સિલેક્ટર્સે કમ્બોજને બોલાવ્યા છે. અર્શદીપને નેટ સત્ર દરમિયાન સાઈ સુદર્શનનો શોટ બચાવતા ડાબા હાથમાં ઈજા થઈ હતી.
ચોથા ટેસ્ટ માટે ભારતીય સ્કવૉડ:
શુભમન ગિલ (કૅપ્ટન), ઋષભ પંત (ઉપકૅપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસવાલ, કે.એલ. રાહુલ, સાઈ સુદર્ષન, અભિમન્યુ ઈશ્વરણ, કરૂણ નાયર, રવિંદ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વાશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, કુલદીપ યાદવ અને અંશુલ કમ્બોજ.
CRICKET
WCL 2025 માં શાહિદ અફરીદી અને અજય દેવગણની મુલાકાત થઇ?

WCL 2025 માં શાહિદ અફરીદી અને અજય દેવગણની મુલાકાત વિશે વાયરલ થયેલી તસ્વીરનું સત્ય શું છે?
ભારતીય ખેલાડીઓએ મેચ રમવાનો ઇનકાર કર્યો
શિખર ધવન સહિત અનેક ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યાના કારણે ‘વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ’માં ભારત-પાકિસ્તાન વચ્ચેનો મેચ રદ કરી દેવામાં આવ્યું. ભારતીય ખેલાડીઓએ એપ્રિલમાં જમ્મુ કાશ્મીરના પેહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરતા આ મેચમાં ભાગ લેવા ઇનકાર કર્યો હતો.
Ajay Devgn did not meet Shahid Afridi after the Pahalgam attack; the image is from the World Championship of Legends held in 2024 in Birmingham. pic.twitter.com/nD8NMLIkHK
— Only Fact (@OnlyFactIndia) July 21, 2025
આ ટૂર્નામેન્ટનું બીજું સંસ્કરણ 18 જૂને એજબેસ્ટનમાં શરૂ થયું હતું અને તેનો ફાઇનલ મુકાબલો 2 ઑગસ્ટે રમાશે. ‘ઇન્ડિયા લેજેન્ડ્સ’ની કૅપ્ટનશિપ યુવરાજ સિંહ કરી રહ્યા છે અને ટીમમાં હરભજન સિંહ, ઈર્ફાન પટ્ટાણ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા અને વરુણ એરોન જેવા દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે.
CRICKET
ICC Big Announcement: ક્રિકેટ દુનિયામાં 2 નવી ટીમોની એન્ટ્રી

ICC Big Announcement: નવા દેશો પણ રમશે હવે ICCના ટૂર્નામેન્ટ
-
CRICKET8 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET8 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET9 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET9 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET9 months ago
IND vs AUS: ભારત અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ટ્રેવિસ હેડ સહિત 3 ખેલાડીઓ બહાર
-
CRICKET8 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET9 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET8 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ