CRICKET
Kane Williamson નો ભારત સામે ફાઈનલ માટે મોટો પ્લાન, શું હસે કીવીઓની રણનીતિ?
Kane Williamson નો ભારત સામે ફાઈનલ માટે મોટો પ્લાન, શું હસે કીવીઓની રણનીતિ?
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નો ફાઈનલ 9 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. 5 માર્ચે બીજા સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી. હવે ભારત અને ન્યૂઝીલેન્ડ બીજી વાર સામસામે રમશે. અગાઉ ગ્રુપ સ્ટેજમાં ભારતે કીવીઓને પરાજય આપ્યો હતો,ફાઈનલ પહેલાં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન Kane Williamson એ ભારત સામેની ટીમની રણનીતિ વિશે ખુલાસો કર્યો છે.
Kiwi team ની ફાઈનલ માટે શું છે ખાસ તૈયારી?
ફાઈનલ પહેલાં Kane Williamson એ જણાવ્યું કે, “ટીમ ઈન્ડિયા ખૂબ જ શાનદાર રમતી આવી છે, એટલે કે અમારે એ વાત સુનિશ્ચિત કરવી પડશે કે અમે અગાઉના મૅચમાંથી શીખીશું. ફાઈનલમાં કંઈ પણ થઈ શકે છે. છેલ્લી મૅચમાં મહોલ શ્રેષ્ઠ હતો, અને મને વિશ્વાસ છે કે આ વખતે પણ આવું જ થશે. અમારે ફક્ત સકારાત્મક બાબતો અપનાવી અને સ્પષ્ટ યોજના સાથે મેદાનમાં ઊતરવું પડશે.”
Another batting masterclass from Kane Williamson at the #ChampionsTrophy as the New Zealander moved past 19,000 international runs for his career 💪
Watch highlights of his century against South Africa 👉 https://t.co/WDPYobm0gH pic.twitter.com/Ue5okRRPk9
— ICC (@ICC) March 6, 2025
Kane Williamson ને Rachin Ravindra ની સરાહના કરી
સેમિફાઈનલમાં Rachin Ravindra દક્ષિણ આફ્રિકા સામે શાનદાર શતક ફટકાર્યું હતું. તેણે કેન વિલિયમસન સાથે મળીને મજબૂત ભાગીદારી બનાવી હતી. વિલિયમસને રચિનની પ્રશંસા કરતાં કહ્યું, “રચિને તેના પાંચેય વનડે શતક આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં જ ફટકાર્યા છે. તે એક ખરેખર પ્રતિભાશાળી ખેલાડી છે અને તેની સાથે બેટિંગ કરવી હંમેશાં શ્રેષ્ઠ અનુભવ હોય છે. મેદાનમાં તે હંમેશા ટીમને પ્રથમ સ્થાને રાખે છે.”
Even Kane Williamson couldn't quite believe his semi-final ton was his third-straight ODI century against South Africa 😆
The @BLACKCAPS great becomes the first NZ player to achieve the unique milestone.
READ 👉 https://t.co/giuIePRavF I #ChampionsTrophy pic.twitter.com/sbsjC7j6aW
— Sport Nation NZ (@SportNationNZ) March 5, 2025
Williamson-Rachin વચ્ચે 164 રનની ભાગીદારી
દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં કેન વિલિયમસન અને રચિન રવિન્દ્રે શાનદાર શતક ફટકાર્યા હતા. રચિને 108 અને વિલિયમસને 102 રનની ઈનિંગ રમી હતી. બંનેએ 164 રનની ભાગીદારી કરી, જેના કારણે ન્યૂઝીલેન્ડ 350 રનથી વધુનો સ્કોર ઉભો કરી શક્યું. રચિન રવિન્દ્રને તેમના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા.
CRICKET
Champions Trophy પછી પાકિસ્તાની ખેલાડીઓની નવી શરમજનક હાર, ‘દ હન્ડ્રેડ’ લીગમાં કોઈ ખરીદદાર નહીં!
Champions Trophy પછી પાકિસ્તાની ખેલાડીઓની નવી શરમજનક હાર, ‘દ હન્ડ્રેડ’ લીગમાં કોઈ ખરીદદાર નહીં!
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની ટીમને સ્ટેજમાં જ બહાર થવું પડ્યું. આ સાથે જ તેમના ખેલાડીઓ દેશભરમાં ભારે આલોચનાનો શિકાર બન્યા. હવે વધુ એક નિષ્ફળતા સામે આવી છે. ઈંગ્લેન્ડની લોકપ્રિય ‘દ હન્ડ્રેડ’ લીગના ડ્રાફ્ટમાં પાકિસ્તાનના 50 ખેલાડીઓએ નામ નોંધાવ્યાં હતા, પરંતુ એકપણ ખેલાડી ન વેચાયો.
પાકિસ્તાની ક્રિકેટરોને મોટો ઝટકો
‘દ હન્ડ્રેડ’ લીગમાં નસીમ શાહ, શાદાબ ખાન અને સેમ અયૂબ જેવા ટોચના ખેલાડીઓએ ભાગ લીધો હતો, પણ કોઈપણ ફ્રેન્ચાઈઝીએ તેમને પસંદ કરી નથી. ડ્રાફ્ટમાં 45 પુરુષ અને 5 મહિલા ખેલાડીઓ હતા, પરંતુ કોઈપણ ટીમે તેમને ખરીદ્યા નહીં. નસીમ શાહ અને શાદાબ ખાન 1,20,000 પાઉન્ડની હાઈએસ્ટ રિઝર્વ પ્રાઈઝ કેટેગરીમાં હતા, જ્યારે સેમ અયૂબ 78,500 પાઉન્ડની કેટેગરીમાં હતા.
IPL કનેક્શન કે ખરાબ ફોર્મ?
પાકિસ્તાની ખેલાડીઓના વેચાઈ ન જવાની પાછળ IPL ટીમ માલિકોની ‘દ હન્ડ્રેડ’ લીગમાં સંડોવણીને એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. હાલમાં **4 IPL ફ્રેન્ચાઈઝ- મુંબઈ ઈન્ડિયન્સ (ઓવલ ઈનવિન્સિબલ્સ), લખનૌ સુપર જાયન્ટ્સ (મેનચેસ્ટર ઓરિજિનલ્સ), સનરાઈઝર્સ હૈદરાબાદ (નોર્દર્ન સુપરચાર્જર્સ), અને દિલ્હી કેપિટલ્સ (સદર્ન બ્રેવ)**ની આ લીગમાં હિસ્સેદારી છે. આ ઉપરાંત, ભારતીય મૂળના સંજય ગોવિલની વેલ્શ ફાયર ટીમમાં 50% ભાગીદારી છે.
સાથે જ, પાકિસ્તાની ખેલાડીઓની અત્યારે ચાલી રહેલી ખરાબ ફોર્મ પણ એક મહત્વનું કારણ છે, જેના કારણે કોઈ ટીમે તેમને ખરીદવા રસ દાખવ્યો નથી.
CRICKET
IPLના સર્વશ્રેષ્ઠ કપ્તાન છે એમએસ ધોની, સચિન તેંડુલકર બીજા નંબરે
IPLના સર્વશ્રેષ્ઠ કપ્તાન છે એમએસ ધોની, સચિન તેંડુલકર બીજા નંબરે.
IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી થવાની છે. આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તેનો પ્રથમ મુકાબલો 23 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ 10 ટીમો ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે. સાથે જ દરેક ટીમના કપ્તાનો પણ ઈચ્છશે કે તેમની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બને. IPL ના 17 સીઝન સુધી અમુક જ એવા કપ્તાનો રહ્યા છે, જેમણે સતત પોતાની ટીમને સફળતાનો સ્વાદ ચખાવ્યો છે. MS Dhoni એ તેમાં સૌથી આગળ છે. ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સને 5 વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે. આ કારણે CSK IPL ની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી ગણાય છે. સાથે જ, IPL માં એમએસ ધોનીની જીત ટકાવારી (Winning %) અન્ય તમામ કપ્તાનો કરતાં ઊંચી છે.
Sachin Tendulkar બીજા સ્થાને
એમએસ ધોનીએ IPL માં કુલ 226 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 133 મેચમાં CSK ને જીત મળી છે, જ્યારે 91 મેચમાં હાર મળી છે. તેમનું જીત % 58.84 છે, જે IPL ના અન્ય કોઈપણ કપ્તાન કરતાં વધુ છે. આ યાદીમાં બીજા ક્રમ પર Sachin Tendulkar છે. સચિને તેના IPL કરિયર દરમિયાન 51 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની કરી, જેમાં 30 જીત અને 21 હાર મળી. તેમનું જીત % 58.82 રહ્યું. ત્રીજા નંબર પર સ્ટીવ સ્મિથ છે, જ્યારે ચોથા અને પાંચમા ક્રમે અનુક્રમે હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા છે.
IPL ના શ્રેષ્ઠ જીત ટકાવારી ધરાવતા કપ્તાનો:
- એમએસ ધોની: મેચ – 226, જીત – 133, હાર – 91, જીત % – 58.84
- સચિન તેંડુલકર: મેચ – 51, જીત – 30, હાર – 21, જીત % – 58.82
- સ્ટીવ સ્મિથ: મેચ – 43, જીત – 25, હાર – 17, જીત % – 58.13
- હાર્દિક પંડ્યા: મેચ – 45, જીત – 26, હાર – 19, જીત % – 57.77
- રોહિત શર્મા: મેચ – 158, જીત – 89, હાર – 69, જીત % – 56.33
CRICKET
IPL 2025: રાજસ્થાન રોયલ્સ માટે ખુશખબર, સંજુ સેમસને ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો!
IPL 2025: રાજસ્થાન રોયલ્સ માટે ખુશખબર, સંજુ સેમસને ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો!
IPL 2025ની શરુઆત પહેલા રાજસ્થાન રોયલ્સ માટે મોટી ખુશખબર આવી છે. ટીમના સ્ટાર ખેલાડી Sanju Samson ને ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે.
IPL 2025ની શરુઆત પહેલા રાજસ્થાન રોયલ્સ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના કેપ્ટન સંજુ સેમસને બેટિંગ માટે ફિટનેસ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરી લીધો છે. જોકે, સંજુને હજી વિકેટકીપિંગ માટે એક વધુ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. જો સંજુ તે સફળતાપૂર્વક પાર કરશે, તો IPL 2025ના પ્રથમ મેચમાં તે મેદાનમાં દેખાશે. રાજસ્થાન રોયલ્સ ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો મુકાબલો 23 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે.
Sanju Samson ની ફિટનેસ પર અપડેટ
IPL 2025ની શરુઆત પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન માટે સારા સમાચાર આવ્યા છે. રિપોર્ટ અનુસાર, સંજુએ બેટિંગ માટે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. જોકે, તેને હજી વિકેટકીપિંગ માટે એક વધુ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. શક્યતા છે કે સંજુ 23 માર્ચે હૈદરાબાદ સામેની મેચ માટે સંપૂર્ણપણે ફિટ થઈ જશે.
પાછલા સિઝનમાં સંજૂનો પ્રદર્શન શાનદાર રહ્યો હતો. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ માટે રમતા સંજુએ 15 મેચમાં 153ના સ્ટ્રાઈક રેટથી 531 રન બનાવ્યા હતા, જેમાં 5 અર્ધશતક શામેલ છે.
IPL 2024માં Rajasthan નો શાનદાર પ્રદર્શન
IPL 2024માં રાજસ્થાન રોયલ્સનો પ્રદર્શન ગજબનો રહ્યો હતો. સંજુ સેમસનની આગેવાનીમાં ટીમે બીજા ક્વોલિફાયર સુધીનું યાત્રા પાર કરી હતી. પરંતુ, ક્વોલિફાયર-2માં તેમને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 36 રનની હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાને લીગ સ્ટેજમાં 14માંથી 8 મેચ જીતી હતી.
🚨 GOOD NEWS FOR RAJASTHAN ROYALS 🚨
– Sanju Samson is set to clear his fitness soon — he has passed the fitness test for batting & set to clear his Wicket keeping fitness soon. [Cricbuzz] pic.twitter.com/iFjuPq0qAl
— Johns. (@CricCrazyJohns) March 14, 2025
IPL 2025 ઓક્શનમાં Rajasthan નો મોટો દાવ
IPL 2025ના મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે કેટલાક મોટા ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે. ટીમે દિગ્ગજ ઝડપી બોલર જોફ્રા આર્ચરને પાછો લેતો બોલિંગ લાઈન-અપ મજબૂત બનાવ્યો છે. ઉપરાંત, મહેશ તીક્ષણા અને વનિંદુ હસરંગા જેવા બે શાનદાર સ્પિનરોને પણ ટીમમાં સામેલ કર્યા છે. નીતિશ રાણાને પણ પિંક આર્મીનો ભાગ બનાવવામાં આવ્યો છે. તેમજ, આકાશ મડવાલ, તુષાર દેશપાંડે અને અફગાનિસ્તાનના ઝડપી બોલર ફઝલહક ફારૂકી પણ IPL 2025માં રાજસ્થાન રોયલ્સ માટે રમશે.
-
CRICKET4 months ago
Rohit Sharma: રોહિત શર્માની જગ્યાએ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ બનવું જોઈએ? ચોંકાવનારું નામ લીધું
-
CRICKET4 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET4 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET4 months ago
SA Vs IND: શક્તિશાળી ઓલરાઉન્ડર પ્રથમ T20 માં ડેબ્યૂ કરી શકે, એશિયા કપમાં મચાવી હલચલ
-
CRICKET4 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન
-
CRICKET4 months ago
IPL 2025: 42 વર્ષનો ખેલાડી IPLમાં કરી શકે ડેબ્યૂ, 13 વર્ષથી જોઈ રહ્યો રાહ
-
CRICKET4 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET4 months ago
WI vs ENG: બોલર કેપ્ટનથી થયો ગુસ્સે,લાઈવ મેચમાં છોડી ગયો મેદાન