CRICKET
Shreyas Iyer એ IPLમાં ઇતિહાસ બનાવ્યો — પ્રથમ કેપ્ટન જેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી!

Shreyas Iyer 3અલગ-અલગ ટીમો સાથે આઈપીએલ ફાઈનલ પહોંચનારા પ્રથમ કેપ્ટન બન્યા
Shreyas Iyer: IPL 2025નો ક્વોલિફાયર 2 શ્રેયસ ઐય્યર માટે એક ઐતિહાસિક ક્ષણ લઈને આવ્યો. મુંબઈ ઇન્ડિયન્સને હરાવવાની સાથે, તેણે IPLમાં એવી સિદ્ધિ મેળવી, જે આ પહેલા કોઈ કેપ્ટન કરી શક્યો ન હતો.
Shreyas Iyer: આઈપીએલ 2025ના ક્વોલિફાયર 2નો મુકાબલો પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયો હતો. આ મુકાબલામાં શ્રેયસ અય્યરની નેતૃત્વવાળી પંજાબ ટીમ 5 વિકેટે જીત મેળવી શકી. આ જીતના હીરો પોતે કેપ્ટન શ્રેયસ અય્યર રહ્યા. તેમણે પોતાની ધમાકેદાર પારી દ્વારા ટીમને ખિતાબી મુકાબલામાં પહોંચાડ્યું. આ જીત સાથે જ તેમણે આઈપીએલમાં એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામ કર્યું. અય્યરે એવું કારનામું કરવું શક્ય બનાવ્યું, જે અગાઉ કોઈ પણ કેપ્ટને કરી શક્યો ન હતો.
આઈપીએલમાં એવો પ્રથમ કેપ્ટન બને શ્રેયસ અય્યર
આઈપીએલ 2025ના ક્વોલિફાયર 2 શ્રેયસ અય્યર માટે ઐતિહાસિક ક્ષણ લાવ્યું. પંજાબ કિંગ્સને 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચાડ્યા બાદ શ્રેયસ અય્યર એવા પ્રથમ કેપ્ટન બની ગયા છે જેમણે ત્રણ અલગ-અલગ ટીમોને આઈપીએલના ફાઇનલમાં પહોંચાડ્યું છે. પંજાબ પહેલાં તેઓ કોલકાતા નાઈટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમોને ફાઇનલ સુધી લઈ ગયા હતા.
2024માં તેમણે KKRને પોતાની આગેવાનીમાં ચેમ્પિયન બનાવ્યું હતું. તે સિઝનમાં કોલકાતાએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી ખિતાબ જીતી હતી. આ જીતથી KKRને લાંબા સમય પછી આઈપીએલ ટ્રોફી મળી હતી
તે પહેલાં, 2020માં શ્રેયસ અય્યરે દિલ્હી કેપિટલ્સને ફાઈનલ સુધી પહોંચાડ્યું હતું. તે વર્ષે દિલ્હી ટીમે આખા ટૂર્નામેન્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું અને પહેલી વાર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, ફાઈનલમાં તેમને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પણ શ્રેયસની કેપ્ટનશીપની બધાં તરફથી વખાણ થઇ, કારણકે તેમણે એક યુવા ટીમને આટલા મોટા મંચ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હવે પંજાબની નજર પહેલો ખિતાબ જીતવાના પ્રયાસ પર
2025માં શ્રેયસ અય્યરે પંજાબ કિંગ્સને ફાઈનલમાં પહોંચાડી એક નવું ઈતિહાસ રચ્યો છે. ક્વોલિફાયર 2માં પંજાબે મુંબઈ ઈન્ડિયન્સ સામે 204 રનનો રેકોર્ડ તોડતો લક્ષ્યાંક હાંસલ કર્યો, જે આઈપીએલ પ્લેઓફમાં અત્યાર સુધીનો સૌથી મોટો રન ચેઝ છે. આ જીતમાં શ્રેયસની વ્યૂહરચના અને નેતૃત્વનું મોટું યોગદાન રહ્યું. તેમણે પોતાની ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાં એકસાથે રાખ્યું અને ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન બહાર કાઢ્યું. જેના કારણે પંજાબ ટીમ 11 વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ મેળવી શકી. હવે આ ટીમ પોતાનો પહેલો આઈપીએલ ખિતાબ જીતવાનાં માટે ફક્ત એક જ જીતથી દૂર છે.
CRICKET
LSG Bowling coach: જહીર ખાનની જગ્યાએ બૉલિંગ કોચ તરીકે ભરત અરુણની એન્ટ્રી

LSG Bowling coach: LSG માં કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર
LSG Bowling coach: લખનૌ સુપર જાયન્ટ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે ભરત અરુણને તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
CRICKET
Ben Stokes Injury: બેન સ્ટોક્સે પોતાની ટીમ માટે વ્યક્ત કર્યો ખાસ સંદેશ

Ben Stokes Injury: ઈજાગ્રસ્ત બેન સ્ટોક્સે અંતિમ ટેસ્ટ પહેલા વ્યક્ત કરી પહેલી પ્રતિક્રિયા
CRICKET
IND VS PAK: ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો, સેમિફાઇનલ મેચ અનિશ્ચિત

IND VS PAK સેમિફાઇનલ મેચનું ભાગ્ય અંધકારમાં લટક્યું
IND VS PAK: ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. આ પહેલા ભારતીય ખેલાડીઓએ લીગ સ્ટેજમાં પણ પાકિસ્તાન સામે એક પણ મેચ રમી ન હતી.
IND VS PAK: ઇંગ્લેન્ડમાં રમાઈ રહી વર્લ્ડ ચેમ્પિયન્સશિપ ઓફ લેજન્ડ્સ (WCL) 2025 એ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ લીગમાં 6 દેશોના લેજન્ડ ખેલાડીઓ રમ રહ્યા છે, જેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઇ ચૂક્યા છે. 31 જુલાઈએ આ લીગના સેમિફાઇનલ મેચ રમાવા છે. પ્રથમ સેમિફાઇનલ મેચ ઇન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમો વચ્ચે નિર્ધારિત છે. પરંતુ આ મુકાબલાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ભારત-પાકિસ્તાન મેચ ફરી રદ
ઈન્ડિયા ચેમ્પિયન્સે ગુરુવારે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. ભારતીય ખેલાડીઓએ તેમના કટ્ટર હરીફો સાથે કોઈપણ સ્પર્ધાત્મક મેચમાં ભાગ ન લેવાની નીતિ જાળવી રાખી છે. આ નિર્ણય લીગ સ્ટેજ મેચ પછી લેવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ખેલાડીઓ અને ટુર્નામેન્ટના મુખ્ય પ્રાયોજકે પાકિસ્તાન સામે રમવાનો વાંધો ઉઠાવ્યો હતો.
-
CRICKET9 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET9 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET9 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET9 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET10 months ago
IND vs AUS: ભારત અને પાકિસ્તાન સામેની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ટ્રેવિસ હેડ સહિત 3 ખેલાડીઓ બહાર
-
CRICKET9 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET9 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET9 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ