CRICKET
Australia vs Tasmania: માત્ર 1 રનમાં 8 વિકેટ પડી, 6 ખેલાડીઓ ખાતું ન ખોલ્યું

Australia vs Tasmania: માત્ર 1 રનમાં 8 વિકેટ પડી, 6 ખેલાડીઓ ખાતું ન ખોલ્યું.
મેચ Western Australia vs Tasmania વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમે માત્ર એક રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી.
આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં ODI કપ રમાઈ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાના સિનિયર અને જુનિયર ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. 25 ઓક્ટોબરે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને તાસ્માનિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચમાં તસ્માનિયાના બોલરો જોરદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. જેના કારણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમે એક રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી.
Western Australia યા 53 પર તૂટી પડ્યું
આ મેચમાં તસ્માનિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે સાચો સાબિત થયો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની આખી ટીમ માત્ર 53 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા પશ્ચિમ ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. એક સમય એવો હતો જ્યારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો સ્કોર 53 રનમાં એક વિકેટે હતો. પરંતુ ત્યારપછી તસ્માનિયાની બોલિંગની એવી સુનામી આવી કે પછીના એક રનમાં જ ટીમે તેની 8 વિકેટ ગુમાવી દીધી. જેના કારણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 53 રનમાં સમેટાઈ ગઈ હતી.
The reigning champions have been bundled out for 53 by Tasmania, losing EIGHT wickets for ONE run (a wide) 😱😱 #WAvTAS
Scorecard: https://t.co/YjVX6RjFj7 pic.twitter.com/t2rdrNd8pB
— cricket.com.au (@cricketcomau) October 25, 2024
6 બેટ્સમેન ખાતું ખોલાવી શક્યા ન હતા
Western Australia તરફથી બેટિંગ કરતા શોર્ટે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. આ સિવાય ટીમના 6 બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા ન હતા. કેપ્ટન એશ્ટન ટર્નર પણ 2 બોલનો સામનો કર્યા બાદ શૂન્ય પર આઉટ થયો હતો.
Six wickets for Beau Webster and three for Billy Stanlake as Western Australia collapse from 52 for 2 to 53 all out against Tasmania 😮 https://t.co/D8ycqP4oCE pic.twitter.com/xQ90Kbx8p5
— ESPNcricinfo (@ESPNcricinfo) October 25, 2024
આ બોલરે અરાજકતા સર્જી હતી
આ મેચમાં તસ્માનિયાનો ફાસ્ટ બોલર બ્યૂ વેબસ્ટર મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. આ બોલરની સામે વિપક્ષી ટીમના બેટ્સમેનો વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા ન હતા. બોલિંગ કરતી વખતે બ્યુ વેબસ્ટરે 6 ઓવરમાં માત્ર 17 રન આપીને 6 વિકેટ લીધી હતી.
CRICKET
Rohit Sharma Love Story: રોહિત હરભજન-ગીતા બસરાના શોમાં રિતિકા સાથે પહોંચ્યો

Rohit Sharma Love Story: જ્યાંથી રોહિતે ક્રિકેટની શરૂઆત કરી હતી, ત્યાં જ કર્યો પ્રેમનો ઇઝહાર
Rohit Sharma Love Story: રોહિત શર્માની પ્રેમકથા ખૂબ જ રસપ્રદ છે. હિટમેન હરભજન સિંહ અને ગીતા બસરાના શો ‘હૂ ઈઝ ધ બોસ’ માં જણાવ્યું છે કે તેણે રિતિકાને આઈસ્ક્રીમ ખવડાવવાનું ખોટું બહાનું બનાવીને તેને પોતાની બનાવી. અને તેણે સ્ટેડિયમમાં ઘૂંટણિયે પડીને તેને પ્રપોઝ કર્યું.
Rohit Sharma Love Story: રોહિત શર્મા આજકાલ ક્રિકેટથી દૂર છે. તાજેતરમાં તે તેની પત્ની રિતિકા સજદેહ સાથે હરભજન સિંહ અને ગીતા બસરાના શો ‘હૂ ઈઝ ધ બોસ’ માં આવ્યો હતો. જ્યાં તેણે કહ્યું કે તેણે રિતિકાને કેવી રીતે પ્રપોઝ કર્યું. હિટમેનની પ્રેમકથા ફિલ્મો જેટલી જ રસપ્રદ છે.
રોહિતે જણાવ્યું કે તેણે રિતિકાને પ્રપોઝ કરવા માટે કેવી રીતે જૂઠું બોલ્યો. ભારતીય વનડે ટીમના કેપ્ટન રોહિતે રિતિકાને આઈસ્ક્રીમ ખવડાવવાનું બહાનું બનાવ્યું. પછી તે રિતિકાને તેની કારમાં બેસાડીને ખૂબ દૂર લઈ ગયો. તે પછી, તેણે સ્ટેડિયમમાં પીચ પર ઘૂંટણિયે પડીને રિતિકાને પ્રપોઝ કર્યું અને રિતિકાએ પણ તેનો પ્રપોઝલ સ્વીકારી લીધો.
જમણા હાથના બેટ્સમેન રોહિત શર્માએ જણાવ્યું કે તેમણે રિતિકા સજ્દેહને તે ગ્રાઉન્ડ પર પ્રપોઝ કર્યું હતું જ્યાંથી તેઓએ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આ શોમાં રોહિતે કહ્યું, “મેં રિતિકા ને કહ્યું કે ચાલો આઇસક્રીમ ખાવા ચાલીએ. અમે મરીન ડ્રાઈવ પરથી નીકળ્યા અને હાજી અલીથી વર્લી અને બંદ્રા પસાર કર્યા.
Rohit Sharma telling the story of how he proposed to Ritika Bhabhi 🤣🤭. pic.twitter.com/vZzABHKTSD
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) June 21, 2025
રિતિકા ને ત્યાંની વધુ જાણકારી નહોતી. મેં રિતિકા ને કહ્યું કે બોરીવલીમાં એક સારી દુકાન છે, ત્યાં જઈએ. મેં ત્યાં મારા એક મિત્રને ગ્રાઉન્ડ પર પહેલા થી બોલાવી દીધું હતું. મેં તેને કહ્યું હતું કે આ ખાસ ક્ષણને કેમેરામાં કેદ કરવી. મારી વાત પ્રમાણે મારો મિત્ર ત્યાં પહેલેથી હાજર હતો.”
પિચના વચ્ચે ઘૂંટણ પર બેસીને રિતિકા ને પ્રપોઝ કર્યો
હાલમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા રોહિત શર્માએ તે ખાસ દિવસને યાદ કરતા જણાવ્યું કે જ્યારે અમે ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે ત્યાં ખુબજ અંધારું હતું. રિતિકા ને ત્યાં પહોંચ્યા પછી પણ ખબર નહોતી પડી કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. મેં કાર પાર્ક કર્યા બાદ પિચના મધ્યમાં જઈને ઘૂંટણ પર બેસીને રિતિકા ને પ્રપોઝ કર્યું.
રોહિત અને રિતિકા 13 ડિસેમ્બર 2015 ના રોજ લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો છે. પુત્રીનું નામ સમાયરા છે અને પુત્રનું નામ અહાન છે. સમાયરાનો જન્મ 30 ડિસેમ્બર 2018 ને થયો હતો જ્યારે પુત્ર અહાનનો જન્મ 15 નવેમ્બર 2024 ને થયો હતો.
રોહિત હવે ટેસ્ટ અને ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્ત થઈ ચુક્યા છે અને હવે ફક્ત વનડે મેચ રમશે.
રોહિત અને રિતિકા ની પ્રથમ મુલાકાત 2008 માં થઈ હતી
રોહિત શર્માએ જણાવ્યું કે વર્ષ 2008 માં તેઓ પ્રથમવાર રિતિકા સજદેહ સાથે મળ્યા હતા. ત્યારબાદ બંનેના મિત્રતાનો સંબંધ બન્યો. રોહિતએ જણાવ્યું કે રિતિકા મને ખોરાક લાવતી હતી કેમકે મને હોટલનું ખોરાક પસંદ નહોતું. વર્ષ 2013 માં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. રોહિતએ જણાવ્યું કે અમારા મિત્રો પણ સમજતા હતા કે અમારામાં કંઈક ખાસ છે, પણ શરૂઆતમાં તે એવું ન હતું.
રોહિત શર્માના રેકોર્ડ
CRICKET
IND vs ENG: લીડ્સ ટેસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીનું અવસાન

IND vs ENG ટેસ્ટ દરમિયાન એક દુઃખદ સમાચાર આવ્યા
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી લીડ્સ ટેસ્ટ દરમિયાન એક દુઃખદ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડના એક દિગ્ગજ ખેલાડીનું અવસાન થયું છે. ઇજાઓને કારણે આ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ટૂંકી રહી હતી, પરંતુ તેણે પોતાના માટે એક ખાસ ઓળખ બનાવી હતી.
IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પહેલી મેચ લીડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ઇંગ્લેન્ડથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ઇંગ્લેન્ડના એક દિગ્ગજ ખેલાડીનું અવસાન થયું છે. આ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ટૂંકી હતી, પરંતુ આ ખેલાડીએ ઘરેલુ ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.
CRICKET
Sourav Ganguly સાથે 3 મહિના સુધી ન બોલ્યા આ ભારતીય દિગ્ગજ

Sourav Ganguly એ તાજેતરમાં VVS લક્ષ્મણ વિશે એક મોટો ખુલાસો કર્યો
Sourav Ganguly: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ તાજેતરમાં VVS લક્ષ્મણ વિશે એક મોટો ખુલાસો કર્યો છે. સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે લક્ષ્મણને 2003 ના ODI વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો અને તેથી જ તેણે 3 મહિના સુધી ભૂતપૂર્વ કેપ્ટન સાથે વાત ન કરી.
Sourav Ganguly: ટીમ ઈન્ડિયાએ ICC ODI વર્લ્ડ કપ 2003 ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયામાં ઘણા મજબૂત ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, એક ખેલાડી એવો પણ હતો જે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતો હતો પરંતુ સૌરવ ગાંગુલીએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું.
આ ખેલાડીનું નામ VVS લક્ષ્મણ છે. લક્ષ્મણની જગ્યાએ ગાંગુલીએ દિનેશ મોંગિયાને ટીમમાં સ્થાન આપ્યું છે. તાજેતરમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.
સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો
સૌરવ ગાંગુલીએ PTI સાથે વાત કરતાં જણાવ્યું: “એવું ઘણાં વખત થયું છે જ્યારે અમે અમુક ખેલાડીઓને આરામ આપ્યો હોય અને તેઓ આ નિર્ણયથી ખુશ ના રહ્યા હોય. લક્ષ્મણ વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થઈ ગયો હતો અને તેણે ત્રણ મહિના સુધી મારી સાથે વાત કરી નહોતી. પછી મેં પોતે જ તેને સંપર્ક કર્યો.
કોઈ પણ ખેલાડી ત્યારે ખુબ જ દુઃખી થાય છે જ્યારે તેને વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધાની ટીમમાં સ્થાન ન મળે — ખાસ કરીને જ્યારે તમે વી.વી.એસ. લક્ષ્મણ જેવા ખેલાડી હોવ. પણ વર્લ્ડ કપ પૂરો થયા બાદ તે ખૂબ ખુશ હતો કે અમારી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.”
વર્લ્ડ કપ પહેલા લક્ષ્મણનું પ્રદર્શન વનડે ફોર્મેટમાં ખાસ સારું રહ્યું નહોતું. તેમણે 27.55ના સરેરાશથી કુલ 1240 રન્સ બનાવ્યા હતા. એ જ મુખ્ય કારણ હતું કે તેમને ટીમમાં સ્થાન ન મળ્યું અને તેમની જગ્યાએ દિવસ મોંગિયાને 2003ના વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો. જોકે, વર્લ્ડ કપ પૂરો થયા બાદ લક્ષ્મણે વનડે ટીમમાં ધમાકેદાર વાપસી કરી હતી.
વીવીએસ લક્ષ્મણની સૌરવ ગાંગુલી દ્વારા પ્રસંસા
વીવીએસ લક્ષ્મણ વિશે ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ આગળ કહ્યું: “જ્યારે અમે ફરીથી કમબૅક કર્યું, ત્યારે લક્ષ્મણે પણ વનડે ટીમમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. તેણે પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયા સામે શાનદાર સિરીઝ રમી હતી. અમે પહેલી વાર પાકિસ્તાનમાં વિજય હાંસલ કર્યો હતો અને તેમાં લક્ષ્મણનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું.”
લક્ષ્મણે કુલ 86 વનડે મેચોમાં 30.76ના સરેરાશથી 2338 રન બનાવ્યા હતા. વનડે ફોર્મેટમાં તેમના નામે 6 સદી અને 10 અર્ધસદી નોંધાયેલી છે.
-
CRICKET7 months ago
IND vs AUS: ભારતીય ટીમની પ્રથમ બેચ ઓસ્ટ્રેલિયા જવા રવાના, સામે આવ્યો વીડિયો
-
CRICKET7 months ago
ENG vs WI: જોસ બટલરના તોફાનથી વેસ્ટ ઈન્ડિઝ હાર્યું , ઈંગ્લેન્ડે બીજી T20માં શાનદાર જીત નોંધાવી
-
CRICKET8 months ago
Dhruv Jurel: ઓસ્ટ્રેલિયામાં ધ્રુવ જુરેલે બચાવ્યું ટીમ ઈન્ડિયાનું સન્માન, ‘સૈનિક’ની જેમ એકલા લડ્યા
-
CRICKET8 months ago
IND vs AUS: રોહિત-વિરાટ કે પંત નહીં… પરંતુ આ ભારતીય બેટ્સમેન રિકી પોન્ટિંગનો ફેવરિટ
-
CRICKET7 months ago
Gautam Gambhir PC: રોહિત પર અપડેટ, કોહલીના ફોર્મ પર વાત, ગૌતમ ગંભીરે મોટા સવાલોના જવાબ આપ્યા
-
CRICKET8 months ago
AFG vs BAN: બાંગ્લાદેશની 132 પર 3 વિકેટ હતી, પછી અફઘાનિસ્તાને 143 રનમાં ઓલઆઉટ કરીને મેચ જીતી
-
CRICKET7 months ago
Sanjay Bangar: સંજય બાંગરનો છોકરો બન્યો છોકરી, વીડિયોએ મચાવી દુનિયામાં હલચલ
-
CRICKET8 months ago
IPL 2025: પહેલીવાર હરાજીમાં સામેલ થશે ઇટાલિયન ખેલાડી,ટીમ બનાવી શકે છે નિશાન